• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે સલાયા શહેર ભાજપ મહામંત્રી દ્વારા ભવ્ય ઉજવણી કરાશે*

*આગામી 17 સપ્ટેમ્બરના રોજ દેશના યશસ્વી વડાપ્રધાન ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબનો જન્મદિવસ હોઈ જે નિમિતે ખંભાળિયા તાલુકાના સલાયા મુકામે સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવા દ્વારા કરાશે ભવ્ય ઉજવણી*

દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો તારીખ 17 સપ્ટેમ્બરના રોજ જન્મ દિવસ હોઈ જે નિમિતે સલાયા શહેર ભાજપ મહામંત્રી અને રઘુવંશી સમાજના અગ્રણી શ્રી ચિરાગ.ડી. તન્ના ( લાલજીભાઈ ભૂવા) દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપ અધ્યક્ષ શ્રી મયુરભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ સલાયાના પાંચ મહાદેવના મંદિરે જેમાં નીલકંઠ મહાદેવ,દુઃખ ભંજન મહાદેવ,જાગનાથ મહાદેવ,જડેશ્વર મહાદેવ,તેમજ
પાળેશ્વર મહાદેવના મંદિરે દેવાધિદેવ મહાદેવને ભવ્ય દીપ માળા કરવામાં આવશે.તેમજ આપના લોકલાડીલા આદરણીય પ્રધાનમંત્રીશ્રીના લાંબા અને તંદુરસ્ત આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવશે. આ પાંચ મહાદેવના મંદિરે ભવ્ય દીપમાળાના આયોજનની તૈયારીઓ અત્યારથી જ લાલજીભાઈ તેમજ સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી રહી છે.આમ માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબનો જન્મદિવસ સલાયા શહેર ભાજપ મહામંત્રી તેમજ શહેર ભાજપ તથા યુવા ભાજપ પરિવાર અનોખી રીતે ઉજવશે.

Related posts

*રાજકોટથી મામાના ઘરે આવેલા બે ભાણિયા મામાના દીકરા સાથે ન્હાવા ગયા અને કરૂણ ઘટના સર્જાઈ*

Hello Morbi

*MCMC અંતર્ગત મીડિયા મોનીટરીંગ અને પેઈડ ન્યુઝનીકામગીરી અંગે માર્ગદર્શન તાલીમ યોજાઈ*

Hello Morbi

*જોડીયા તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લા કલેકટર ડીડીઓ તેમજ જામનગર જિલ્લા પ્રમુખ જોડિયા તાલુકાની મુલાકાતે*

Hello Morbi

Leave a Comment