• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫મી ઓક્ટોબરે યોજાશે*

*વાંકાનેર તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫મી ઓક્ટોબરે યોજાશે*

*તાલુકા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી ૧૦મી ઓક્ટોબર સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે*

લોકોની ફરિયાદોના નિવારણ માટે તાલુકા કક્ષાએ યોજાતો ઓક્ટોબર-૨૦૨૩ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તા.૨૫/૧૦/૨૦૨૩ ના રોજ સવારે ૧૧ વાગ્યે વાંકાનેર તાલુકા સેવા સદનના સભાખંડમાં યોજાશે.

આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો ૧૦મી ઓક્ટોબર સુધી ગ્રામ્ય કક્ષાએ તલાટી મંત્રીશ્રીને તથા તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીનાં વડાને તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે. આ અરજીના મથાળે ‘તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ લખવાનું રહેશે.

તાલુકા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તથા તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, અગાઉ સંબંધીત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર રજૂ કરવો, તેમજ આપવામાં આવેલ જવાબ/પ્રત્યુતરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી.
અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામુ અને ફોન નંબર પણ દર્શાવવાના રહેશે. અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. સ્પષ્ટ અને મુદાસરની સમજી શકાય તેવી આધારો સાથે રજૂ કરેલી અરજી ધ્યાને લેવાશે. ઉપરાંત અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાનાં રહેશે. સરકારી કર્મચારીઓનાં નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમ હેઠળ રજૂ કરી શકાશે નહીં. અરજકર્તાનો પ્રશ્ન પોતાનો હશે તો જ ધ્યાને લેવાશે અન્યના પ્રશ્ન, કોર્ટ મેટરને લગતા પ્રશ્નો, દાવાઓ, આક્ષેપો તથા અંગત રાગદ્વેશને લગતા પ્રશ્નો ધ્યાને લેવાશે નહી જેની અરજદારોને નોંધ લેવા વાંકાનેર મામલતદારશ્રી યુ.વી. કાનાણી દ્વારા જણાવાયું છે.

Related posts

*HELLO MORBI:ખંઢેરીના જંગલ વિસ્તારમાં આવેલ સર્વે નં.૫૨માં વર્ષોથી દબાણો કરાયા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:જીતેન્દ્રપાન વારી દુકાનનો ઉપરનો ભાગ મેન્યુલી રીતે (હાથથી) પાડવા કોર્ટનો હુકમ:*

editor

*કચ્છ જીલ્લા ના માજી સાંસદ ઉષાબેન ઠક્કર ને શ્રી રામધામ ખાતે યોજાનાર શ્રી રામ મહાયજ્ઞ નુ રૂબરૂ આમંત્રણ પાઠવતા મોરબી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી, યોગેશભાઈ કારીયા, ભાવેશભાઈ જોબનપુત્રા તથા વૃતિક બારા સહીત ના અગ્રણીઓ*

Hello Morbi

Leave a Comment