• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:માળીયા તાલુકાના બગસરા ગામે પ્રાથમીક શાળામાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ*

*માળીયા તાલુકાના બગસરા ગામે પ્રાથમીક શાળામાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ*

માળીયા મી : આજ રોજ તારીખ 6 ઓકટોબરના રોજ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયાના સયુંકત ઉપક્રમે
બગસરા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૫૦ વિદ્યાર્થી ઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો અને પોતાની આવડત મુજબ વ્યસનની જાગૃતિ અંતર્ગત ચિત્ર દોરેલ હતા.

આ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર દ્વિતીય નંબર અને તૃતીય નંબર પરના જે વિજેતા બન્યા હતા. એ વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. આ તકે મુકેશભાઈ પરમાર પ્રા.આ.કેન્દ્ર સુપર વાઇઝર દ્વારા તમાકુના વ્યસનની જાગૃતિ અંગે, વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને દરેક વિદ્યાર્થીઓને તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં પ્રા.આ.કેન્દ્ર વવાણીયાનાં એમ.પી.એચ.ડબલ્યુ મેહુલ બકુત્રા તથા આર.બી.એસ.કે. ના ફી.હે.વ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી અને સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Related posts

*મોરબી નગરપાલિકા સંચાલિત નદી ઘરમાં અત્યંત જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરતા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા*

Hello Morbi

*HELLO MORBI:જુગાર નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ*

editor

*પાકિસ્તાન જેલમાં કેદ માછીમારોના પીડિત પરિવારોની મુલાકાતે આપના પ્રદેશ નેતા મહેશભાઈ સવાણી કોડીનાર*

Hello Morbi

Leave a Comment