• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ અન્વયે બેઠક યોજતા મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા*

વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક’ કાર્યક્રમ અન્વયે સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં યોજાનાર ‘વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ અન્વયે મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

આ કાર્યક્રમ વધુને વધુ સફળ બને અને ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ અન્વયે જિલ્લાની વિવિધ પ્રોડક્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચે તેમજ જિલ્લામાં વધુમાં વધુ એમ.ઓ.યુ. થાય મુજબની તૈયારીઓ કરવા સંબંધીત વિભાગોને જણાવ્યું હતું. ઉપરાંત મંત્રીશ્રીએ આગોતરી તૈયારીઓની જાણકારી મેળવી આ કાર્યક્રમ સફળ બને તે માટે સુચારૂ આયોજન કરવા પણ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં આગામી ૯ અને ૧૦ ઓક્ટોબર દરમિયાન ‘વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ યોજાનાર છે.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજા, નિવાસી અધિક કલેકટરશ્રી એન.કે. મુછાર, નાયબ વન સંરક્ષકશ્રી ચિરાગ અમીન, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારઘી, મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેર ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ. ગઢવી, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી એ.એચ. શિરેશીયા, હળવદ પ્રાંત અધિકારીશ્રી હર્ષદીપ આચાર્ય, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઈલાબેન ગોહિલ, જિલ્લા આયોજન અધિકારીશ્રી સહિત જિલ્લાના અધિકારી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત કોવિડ કેર સેન્ટરને 50 હજારનું અનુદાન આપતા પૂર્વ ધારાસભ્ય અમૃતિયા*

Hello Morbi

*રવાપર ગામ ના નવનિયુક્ત સરપંચ નું સન્માન કરાયું*

Hello Morbi

*HELLO MORBI: ટંકારામાં ઉગમણા નાકનો પ્રવેશદ્વાર ઓચિંતો ધરાશય કોઈ જાનહાની નહીં થયા ના અહેવાલ*

Hello Morbi

Leave a Comment