• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી સીટી બી ડિવિ પોલીસ સ્ટેશનના વિસ્તાર માંથી સ્પા ઓઠાતળે ગેરકાયદેસર ચાલતુ કુટણખાનુ પકડી પાડતી મોરબી એલ.સી.બી.*

મોરબી સીટી બી ડિવિ પોલીસ સ્ટેશનના વિસ્તાર માંથી સ્પા ઓઠાતળે ગેરકાયદેસર ચાલતુ કુટણખાનુ પકડી પાડતી મોરબી એલ.સી.બી.
તા.૦૬/૧૦/૨૦૨૩
શ્રી, અશોક કુમાર ( IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ,રાજકોટ તથા રાહુલ ત્રિપાઠી ( IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓએ મોરબી જિલ્લાનાઓએ મોરબી જિલ્લામાં ચાલતા જુદા જુદા સ્પા કે જેમાં ગેરકાયદેસર સ્પાના ઓઘાતળે કુટણખાના ચાલતા હોય તે પકડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીનાઓને સુચના કરેલ હોય જે સુચના મુજબ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી શ્રી કે.એચ.ભોચીયા પો.સ.ઇ. એલ.સી.બી.મોરબી તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ ના માણસો સદરહુ કામગીરી કરવા પ્રયત્નશીલ હતાં તે દરમ્યાન મોરબી એલ.સી.બી. મોરબીના સ્ટાફને બાતમી મળેલ કે, મોરબી વાંકાનેર નેહા રોડ ઉપર આવેલ સીરામીક પ્લાઝા-૦૨ વાળા કોમ્પ્લેક્ષમાં આવેલ ઓરલા સ્પાના માલીક, સંચાલક તથા સ્પામાં કામે રાખેલ માણસો દ્વારા બહારથી મહિલાઓને બોલાવી સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીરસુખ માણવા માટે સાધન,સગવડો પુરી પાડી કુટણખાનું ચલાવતા હોવાની મળેલ બાતમી આધારે તા.૦૬/૧૦/૨૦૨૩ ના રોજ એલ.સી.બી મોરબીના અધિકારીશ્રી તથા સ્ટાફના માણસો તથા શ્રી એન.એ.વસાવા પોલીસ ઇન્સ્પેકટર A.HT.U, મોરબી તથા સ્ટાફ સાથે ટ્રેપ ગોઠવી સ્પામાં રેઇડ કરતા સ્પામાં કામ કરતો માણસ તેમજ આ સ્પાના ઓથાતળે કુટણખાનામાં મજબુરીમાં કામ કરતી સાહેદ છ સ્ત્રીઓ મળી આવતા ઓરલા સ્પામ ાજર મળી આવેલ કામ કરતો માણસ તથા સ્પાના માલીક તથા સંચાલક આ સ્થળે સ્પાની આડમાં સ્ત્રીઓની મજબૂરીનો લાભ લઇ મસાજના ઓઠા તળે કુટણખાનુ ચલાવતા એક ઇસમને પકડી પાડી રેઇડ દરમ્યાન રોકડ રૂ.૪૫૦૦/- તથા મોબાઇલ નંગ-૦૧ કિં.રૂ.૫૦૦૦/- તથા કોન્ડમનુ પેકેટ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ રૂ.૯૫૦૦/- નો મુદામાલ મળી આવતા કબજે કરેલ છે. ઓરલા સ્પાના માલીક, સંચાલક તથા હાજર મળી આવેલ ઇસમ વિરૂધ્ધ ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટની ૧૯૫૬ની કલમ ૩(૧),૪, ૫(૧)(એ), ૫(૧)(ડી), ૬(૧)(બી) મુજબ મોરબી સિટી બી ડિવિ.પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરાવેલ છે,
આરોપીઓના નામ સરનામાં
૧. જાનીસાર ફકીરભાઇ મીર ઉ.વ.૨૧ રહે. મુળ ગામ વકતાપુર તા.જી.હીમતનગર (બનાસકાંઠા)
૨. સ્પા માલીક- જાહીદશા હુશેનશા શામદાર રહે. તરઘરી તા.માળીયા જી,મોરબી મો.નં. ૯૮૭૯૧ ૮૯૯૬૨ ૩. સ્પા સંચાલક- ઇરફાનભાઇ બસીરભાઇ સીધી રહે. મોરબી મો.નં. ૮૦૦૦૦ ૪૮૭૯૫
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી, શ્રી એન વસાવા પોલીસ ઇન્સ્પેકટર એ. AHT,U, મોરબી તથા શ્રી એન.એચ.ચુડાસમા તથા શ્રી કે.એચ.ભોચીયા તથા શ્રી એ.ડી.જાડેજા પો.સબ.ઇન્સ. તથા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડ AHT.U, મોરબી તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં.

Related posts

*જોડિયા તાલુકા ભાજપ મંડળ કારોબારી ની મિટીંગ યોજવામાં આવી હતી*

Hello Morbi

*HELLO MORBI:GPSC દ્વારા તા.૧૯ જૂનના રોજ આયોજિત* *મદદનીશ વન સંરક્ષક,વર્ગ-રની મુખ્ય પરીક્ષા વાવાઝોડાને કારણે હાલ પૂરતી મોકૂફ રખાઇ*

editor

*માંગરોળ એન બી શેખ સેકન્ડરી સ્કૂલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો, ચીખલીયા હોસ્પિટલના સ્ટાફે સેવા આપી*

Hello Morbi

Leave a Comment