• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે. વિસ્તાર માંથી ચોરીના શંકાસ્પદ બાઇક સાથે એક ઇસમનેપકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે. વિસ્તાર માંથી ચોરીના શંકાસ્પદ બાઇક સાથે એક ઇસમને
પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી
તા.૧૦/૧૦/૨૦૨૩
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓએ વાહનચોરીના વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ જે અન્વયે શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી.સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પો. કોન્સ. સામંતભાઇ રાયધનભાઇ છુછીયા તથા કમલેશભાઇ કરશનભાઇ ખાંભલીયા નાઓએ એક ઇસમને શંકાસ્પદ મોટર સાયકલ સાથે નવા બસ સ્ટેશન સામે રોકી મો.સા. ચેક કરતા હિરો કંપનીના સ્ટીકર વાળુ કાળા કલરનુ જેની આગળ પાછળ નંબર પ્લેટ વગરનુ મો.સા. હોય જેથી તેના એન્જીન નંબર મોબાઇલ પોકેટ કોપમા સર્ચ કરતા કોઇ માહીતી સર્ચ ન થતી હોય જેથી સદર મો.સા.ના માલીક તથા કાગળો બાબતે પુછતા ગલ્લા તલ્લા કરી સંતોષ કારક જવાબ આપતો ન હોય જેથી મજકુર પાસેનુ મોટર સાયકલ તેણે કોઇ સ્થળેથી ચોરીથી કે છળકપટથી મેળવેલનુ જણાતુ હોય જેથી સદરહુ મોટર સાયકલની કિંમત રૂપીયા ૮,૦૦૦/- ગણી સી.આર.પી.કલમ-૧૦૨ મુજબ કબજે કરેલ છે. અને મજકુરને સી.આર.પી.સી.કલમ-૪૧(૧) ડી મુજબ અટક કરી આગળની કાર્યવાહી કરવા મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે.ને મુદ્દામાલ સાથે સોપી આપેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ, સરનામુ :-
જગદિશસિંહ રધુવિરસિંહ રાજપુત જાતે રાજશોર ઉવ.૨૬ ધંધો ગેરેજ રહે.જીનનો ઢાર લાયન્સનગર, શનાળા બાયપાસ, મોરબી મુળ રહે.દેવપુરા રાવો કા ખેડા તા.માંડલ જી.ભીલવાડા રાજસ્થાન પકડાયેલ મુદ્દામાલ :-
હિરો કંપનીનુ મોટર સાયકલ જેના એન્જીન નંબર-03K15M48687 જેની કિમત રૂપીયા ૮,૦૦૦/- – કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ :-
શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા શ્રી પો.સબ ઇન્સ. એમ.એસ.અંસારી તથા કે.આર.કેસરીયા તેમજ એ.એસ.આઇ. રસીકભાઇ કડીવાર તથા ફારૂકભાઇ પટેલ તથા કિશોરદાન ગઢવી તથા પોલીસ હેડ કોન્સ. શેખાભાઇ મોરી તથા જુવાનસિંહ રાણા તથા મહાવિરસિંહ પરમાર તથા મુકેશભાઇ જોગરાજીયા તથા પોલીસ કોન્સ્ટેબલ પૈકી ભાવેશભાઇ મિયાત્રા તથા આશીફભાઇ ચાણકીયા તથા માણસુરભાઇ ડાંગર તથા કમલેશભાઇ ખાંભલીયા તથા સામંતભાઇ છુછીયા તથા અંકુરભાઇ ચાંચુ તથા વિગેરે જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI:હવન અષ્ટમીના દિવસે જલારામભકિતધામના ગૃપની બહેનોએ ઝુંપડપટ્ટી ની બાળાઓને જમાડીને લ્હાણી આપી*

editor

*HELLO MORBI:મોરબીમાં ૨.૩ની તિવ્રતાનો ભૂકંપ નો આંચકો નોંધાયો*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

Leave a Comment