• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:રઘુવંશી દેશી લોહાણા સમાજના નવા વરાયેલા હોદેદારો*

રઘુવંશી દેશી લોહાણા સમાજના નવા વરાયેલા હોદેદારો
રઘુવંશી દેશી લોહાણા સમાજ ડીસાની અધતન સુવિધા ધરાવતી બે લોહાણા મહાજન વાડીઓ સતત કાર્યરત છે.રઘુવંશી દેશી લોહાણા મહાજન ડીસા તેમજ લોહાણા પ્રગતિ યુવક મંડળ ડીસા એમ બેઉ સંસ્થાઓના હોદેદારોની મુદત પૂર્ણ થતાં નવા હોદેદારોની વરણી કરવા માટે તાજેતરમાં શ્રી જલારામ સેવા સંકુલ,કચ્છી કોલોની ખાતે સમાજ અગ્રણી જયંતિભાઈ ઓઢાવાળાના અધ્યક્ષ સ્થાને એક અગત્યની બેઠક મળી હતી.
મીટીંગની પ્રસ્તાવના તેમજ મુદાઓની ચર્ચા પૂર્વ પ્રમુખ ભગવાનભાઈ બંધુએ કર્યા બાદ મહાજન પ્રમુખ રજનીભાઈ કુવરવાળા તેમજ મંત્રી દિનેશભાઈ દીપવાળાએ કરેલ કામગીરી તેમજ હિસાબોનો અહેવાલ આપી સમગ્ર સમાજનો સહકાર બદલ આભાર માન્યો હતો.લોહાણા પ્રગતિ યુવક મંડળના પ્રમુખ પ્રકાશભાઈ ઓઢાવાળા તેમજ મંત્રી યોગેશભાઈ સહાયતાએ (ડીકાલાલ) પણ સૌના પ્રેરણાદાયી સહકાર બદલ ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.
ઉપસ્થિત સૌ સભ્યોએ ચર્ચાવિમર્શ કરી રઘુવંશી દેશી લોહાણા મહાજન ડીસાના નવા પ્રમુખ તરીકે દીલીપભાઈ બી.ઠકકર (વકીલ) ,ઉપપ્રમુખ તરીકે દેવચંદભાઈ એન.ઠકકરની જ્યારે લોહાણા પ્રગતિ યુવક મંડળના પ્રમુખ તરીકે યોગેશભાઈ સહાયતા(ડીકાલાલ) તેમજ મંત્રી તરીકે ધવલકુમાર ડી.ઠકકરની સર્વાનુમતે વરણી કરી હતી.નવા વરાયેલા તમામ હોદેદારોએ પોતપોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા.
સમાજ અગ્રણીઓ નંદુભાઈ ઠકકર,આનંદભાઈ પી.ઠકકર,આર.ડી.ઠકકર,રાજુભાઈ વકીલ,રજનીભાઈ માંડવીવાળા,લાલાભાઈ ઠકકર,રાજુભાઈ લેબોરેટરી,કનુભાઈ ઠકકર,દર્શનભાઈ વકીલ સહિત સૌએ સમાજ હિત,સંગઠન તેમજ વિકાસ માટે જરૂરી સૂચનો કરી વિદાય લેતા હોદેદારોની કામગીરીની સરાહના કરી હતી તેમજ નવા વરાયેલા હોદેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી. અધ્યક્ષ સ્થાનેથી જયંતિભાઈ ઓઢાવાળાએ સૌને આશીર્વાદ આપ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.

Related posts

*કોડીનાર માં રથયાત્રા અને ઈદ નિમિતે શાંતી સમિતિની બેઠક યોજાઈ*

Hello Morbi

*HELLO MORBI: દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા માટે તા.૩૦ ડિસેમ્બર સુધીમાં ફોર્મ ભરી શકાશે*

editor

*વાંકાનેરના જડેશ્વર ચોકડી ખાતે જડેશ્વર મહાદેવની કૃપાથી ૧૭ વર્ષ થી દ્વારકાધીશ પદયાત્રીઓનું કેમ્પ એકતાનું પ્રતિક બન્યો!!!*

Hello Morbi

Leave a Comment