• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી દ્વારા આયોજીત બિનવારસી દિવંગતો, ઝુલતાપુલ દુર્ઘટના ના દિવંગતો સહિત સર્વ પિતૃ મોક્ષાર્થે ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સંપન્ન*

*શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી દ્વારા આયોજીત બિનવારસી દિવંગતો, ઝુલતાપુલ દુર્ઘટના ના દિવંગતો સહિત સર્વ પિતૃ મોક્ષાર્થે ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સંપન્ન*

*બાળવિદુષી પ.પૂ.રત્નેશ્વરીદેવીજી (ગુરૂ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ) ના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ અનેરૂ આયોજન કરાયુ*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા તા.૮-૧૦-૨૦૨૩ રવિવાર ભાદરવા વદ નોમ થી તા.૧૪-૧૦-૨૦૨૩ શનિવાર ભાદરવા વદ અમાસ દરમિયાન સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ શ્રી જલારામ પ્રાર્થના મંદિર-અયોધ્યાપુરી રોડ ખાતે અનેરૂ આયોજન કરવા મા આવેલ હતુ. જેમા વ્યાસાસને બાળવિદુષી પ.પૂ. રત્નેશ્વરી દેવીજી (ગુરૂ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ) બિરાજમાન થયા હતા.
શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરમિયાન આવતા વિવિધ ધાર્મિક પ્રસંગો તેમજ ઉત્સવો જેવા કે પરિક્ષીત રાજા નો જન્મ, શુકદેવજી મહારાજ નુ આગમન, વરાહ અવતાર, કપિલ અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, શ્રી રામ જન્મોત્સવ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, ગીરીરાજ ઉત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, પરિક્ષીત રાજા નો મોક્ષ સહીત ના પ્રસંગો ભક્તિભાવપૂર્વક ધામ-ધૂમ થી ઉજવવા મા આવ્યા હતા. દરરોજ કથા વિરામ થયા બાદ દરેક શ્રોતાઓ તેમજ ભાવિક ભક્તજનો માટે મહાપ્રસાદ નું અનેરૂ આયોજન સંસ્થા દ્વારા કરવા માં આવ્યુ હતુ..
સર્વ પિતૃ મોક્ષાર્થે યોજાનાર શ્રીમદ્ ભાગવત સપ્તાહ ના યજમાન પદે મીનાબેન ચંદ્રકાંતભાઈ કક્કડ પરિવાર, નર્મદાબેન ઝવેરચંદભાઈ પોપટ પરિવાર, સ્વ. વાલજીભાઈ આણંદજીભાઈ ખાખરીયા પરિવાર, સ્વ. વિજયભાઈ રાજેન્દ્રભાઈ વિઠ્ઠલાણી પરિવાર, જશુબેન જેરામભાઈ જેઠવા પરિવાર, કુંવરબેન હરિભાઈ ચૌહાણ પરિવાર, મગનભાઈ ગીરઘરભાઈ જોબનપુત્રા પરિવાર, દીનેશચંદ્ર મણીલાલ પારેખ સહીત ના પરિવારો બિરાજમાન થયા હતા.
શ્રીમદ્ ભાગવત સપ્તાહ ના આયોજન ને સફળ બનાવવા શ્રી જલારામ મંદિર મહિલા મંડળ ના બહેનોએ જહેમત ઉઠાવી હતી તે ઉપરાંત મહિલા મંડળ દ્વારા દરેક પોથી યજમાનશ્રીઓ, વ્યાસપીઠ પર બિરાજમાન પ.પૂ.રત્નેશ્વરી દેવીજી તેમજ દરેક સહયોગીઓનું સન્માન કરવા માં આવ્યુ હતુ તેમ જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણીએ યાદી માં જણાવ્યુ છે.
લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.

Related posts

*ગરીબોને ગરીબીના અભિશાપથી બહાર લાવી સ્વમાનભેર આત્મનિર્ભરતાથી જીવતા કરવા ગરીબ કલ્યાણ મેળાઓ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇના દિશા-દ getર્શનનું સફળ પરિણામ છે – મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ*

Hello Morbi

_*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો જન્મદિવસ ગુજરાતમાં સેવા દિવસ તરીકે સમર્પિત*_ 

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:વોર્ડ નંબર ૯ ની ભાજપ ની પેનલ ને જંગી બહુમતી થી વિજયબનાવવા મતદારો નો રણકાર*

editor

Leave a Comment