• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગરીબોને ગરીબીના અભિશાપથી બહાર લાવી સ્વમાનભેર આત્મનિર્ભરતાથી જીવતા કરવા ગરીબ કલ્યાણ મેળાઓ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇના દિશા-દ getર્શનનું સફળ પરિણામ છે – મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ*

ગરીબ ક્લ્યાણ મેળામાં જરૂરીરતમંદ લાભાર્થીઓને ગુણવત્તા યુકત સાધન, સામગ્રી મળે તે રાજય સરકારે સુનિશ્ચિત કર્યું છે – મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

૦૦૦૦૦૦૦૦૦૦

૧૭૨૧ લાભાર્થીઓને રૂ. ૩.૪૦ કરોડના સાધન-સહાય એનાયત કરાયા:

પંચાયત વિભાગની કોફી બુકનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિમોચન

મોરબી તા. ૨૨ ફેબ્રુઆરી,

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ ગરીબ ક્લ્યાણ મેળાના ૧૨મા તબક્કાના બીજા દિવસે મોરબીમાં આયોજિત ગરીબ ક્લ્યાણ મેળામાં લાભાર્થીઓને જણાવ્યું કે, ગરીબોને ગરીબીના અભિશાપમાંથી બહાર લાવી સ્વમાનભેર જીવન નિર્વાહનું સફળ માધ્યમ રાજય સરકાર બન્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબ, વંચિત, જરૂરતમંદ લોકોને તેમના હક્કના લાભ – સહાય પહોંચાડવા ૨૦૦૯-૧૦ થી આ ગરીબ ક્લ્યાણ મેળાનો નવતર અભિગમ અપનાવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ૧૧ તબક્કાના ૧૫૩૦ જેટલા ગરીબ ક્લ્યાણ મેળાઓથી ૧ કરોડ ૪૭ લાખ લોકોને ૨૬ હજાર કરોડ ઉપરાંતના સહાય-લાભો સરકારે આપ્યા છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

મોરબીમાં યોજાયેલા આ ગરીબ ક્લ્યાણ મેળા અંતર્ગત ૧૭૨૧ લાભાર્થીઓને રૂ. ૩.૪૦ કરોડના લાભસહાય અર્પણ કરવામાં આવ્યા હતા. શ્રી ભૂપેન્દ્ર પટેલએ એમ પણ જણાવ્યું કે, ગરીબ ક્લ્યાણ મેળામાં અપાતી સાધન-સામગ્રી ગુણવત્તા યુકત હોય તે પણ રાજય સરકારે સુનિશ્ચિત કર્યું છે.

 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સગૌરવ ઉમેર્યું હતું કે, દેશના નાગરિકોને કોરોના વિરોધી રસીના ૧૭૫ કરોડ ડોઝનું રસીકરણ એ આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ગુજરાતમાં પણ ૧૦ કરોડ ડોઝનું રસીકરણ થયું છે જેનાથી આપણે ત્રીજી લહેરનો સામનો સફળતાપૂર્વક કરી શક્યા છીએ.

 

આયોજનપૂર્વકનાં વિકાસકામોથી રાજયનો શ્રેષ્ઠ વિકાસ કરવાની નેમ દોહરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, અગાઉ જે વસ્તુનો આપણે વિચાર સુદ્ધાં કરી નહોતા શકતા એ વસ્તુઓ આપણને ઘર આંગણે ઉપલબ્ધ બની છે, જે રાજ્યના વિકાસની પારાશીશી સૂચવે છે.

 

મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારની અગમચેતીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં કલાઇમેટ ચેન્જનો અલગ વિભાગ ઊભો કરીને રાજ્ય સરકારે દૂરંદેશિતા પ્રસ્થાપિત કરી છે. રાજ્ય સરકારે ઘણા ક્ષેત્રમાં નવી પહેલ કરીને આપણા રાજ્યને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા તરફ અગ્રેસર કર્યુ છે, ત્યારે રાજ્યના નાગરિકોની સહભાગિતા રાજ્યના વિકાસનો અગત્યનું પરિબળ પૂરવાર થશે તેવી અપેક્ષા મુખ્યમંત્રીશ્રીએ ઉચ્ચારી હતી.

 

“આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત રાજ્યના પ્રત્યેક જિલ્લામાં થઈ રહેલી ઉજવણી થકી રાજ્યના નાગરિકોને ઐતિહાસિક વારસાથી અવગત કરાવી આઝાદીના ૧૦૦માં વર્ષે ભારત દેશને સર્વોચ્ચ સ્થાને પહોંચાડવાની મુખ્યમંત્રીશ્રીએ અભિલાષા વ્યક્ત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે લેવાઈ રહેલા પગલાંઓની માહિતીઓ પણ મુખ્યમંત્રીશ્રીએ તેમના પ્રવચનમાં વણી લીધી હતી તથા રાજ્યના નાગરિકોને પડતી તકલીફોના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા લેવાઇ રહેલા વિવિધ પગલાંઓનો મુખ્યમંત્રીશ્રીએ ટૂંકો ચિતાર રજૂ કર્યો હતો અને ઉમેર્યું હતું કે રાજ્યના ખેડૂતો માટે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરી રાજ્ય સરકાર કૃષિક્ષેત્રે અદ્યતન ટેક્નોલોજીનો આવિષ્કાર કરી રહી છે. પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપવા માટે રાજ્ય સરકારે ઓર્ગેનિક કૃષિ પેદાશોનો વધુ ભાવ આપીને ખરીદી કરવા અંગે પણ વિચારી રહી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું

 

પંચાયત રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે સંઘ ભાવનાથી કામ કરી રહેલી રાજ્ય સરકાર ગરીબોના કલ્યાણ માટે મેળાઓ યોજી રહી છે. જેના દૂરગામી પરિણામો હવે પછીની પેઢીને સાપડશે અને ગુજરાત વિકાસના પથ પર અગ્રેસર બનશે તેવો આશાવાદ મંત્રીશ્રી મેરજાએ વ્યક્ત કર્યો હતો.

 

જિલ્લા પ્રભારી મંત્રીશ્રી દેવાભાઈ માલમે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે સત્તા નહીં, પરંતુ સેવાને વરેલી રાજ્ય સરકારના પ્રયાસોથી છેવાડાના માનવીઓ સુધી રાજ્ય સરકારની લોક કલ્યાણલક્ષી યોજનાઓના લાભો પહોંચડી શકાયા છે તે માટે ગરીબ કલ્યાણ મેળા અગત્યનું માધ્યમ પુરવાર થયા છે.

 

કલેકટર શ્રી જે.બી.પટેલે સ્વાગત પ્રવચનમાં આજના ગરીબ કલ્યાણ મેળાની આંકડાકીય વિગતો રજૂ કરી હતી. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય આમંત્રિતોનું કઠોળની ટોપલી તથા પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. દીપ પ્રાગટ્યથી મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ કાર્યક્રમનો શુભારંભ કર્યા બાદ પ્રાર્થનાગીત રજૂ કરાયું હતું.

 

આજના ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રીશ્રીના હાથે સહાય મેળવનાર વિવિધ યોજનાના લાભાર્થીઓએ મુખ્ય સ્ટેજ પરથી તેમની સાફલ્ય ગાથાઓ વર્ણવી હતી. કાર્યક્રમના પ્રારંભે વિવિધ સંસ્થાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. પંચાયત વિભાગ અને મોરબીની વિકાસ ગાથા રજૂ કરતી ટૂંકી ડોક્યુમેન્ટરી ફિલ્મનું આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું.

 

આ કાર્યક્રમમાં સંસદ સભ્યશ્રી પૂનમબેન માડમ તથા શ્રી મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યશ્રી પરસોત્તમભાઈ સાબરીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઇ શિહોરા નગરપાલિકા પ્રમુખશ્રી કુસુમબેન પરમાર, તાલુકા પંચાયત પ્રમુખશ્રી રમાબેન ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દુર્લભજીભાઇ દેથરીયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી લાખાભાઈ ઝારીયા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અરવિંદભાઈ વાસદડિયા, માર્કેટીંગ યાર્ડના પ્રમુખ શ્રી ભવાનભાઇ ભાગીયા, પૂર્વ મંત્રીશ્રી જયંતીભાઇ કવાડીયા, પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઇ અમૃતિયા અને શ્રી બાવનજીભાઇ મેતલીયા, પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી વિપુલ મિત્રા, રેન્જ આઇ.જી. શ્રી સંદીપકુમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, ડી.આર.ડી.એ.ના નિયામકશ્રી મીતાબેન જોશી પ્રાંત અધિકારીશ્રીને ડી.એ. ઝાલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઈલાબેન ગોહિલ તથા શ્રી ઈશિતાબેન મેર, અગ્રણીઓ શ્રી જયુભા જાડેજા બાબુભાઇ હુંબલ, રણછોડભાઈ દલવાડી, અન્ય સરકારી વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

સોનલ/ઘનશ્યામ/સંદિષ જોષી ૦૦૦૦૦૦૦

Related posts

*HELLO MORBI: આમરણ શાખા બેંક ઓફ બરોડા માં તાત્કાલિકના ધોરણે એગ્રીકલ્ચર ઓફિસર ની નિમણૂક કરવા રજૂઆત*

editor

*HELLO MORBI:ભારતના ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીશ્રીઓ દ્વારા અમદાવાદ ખાતે ચોથી રીજનલ કૉન્ફરન્સ યોજાય*

editor

*અખિલ ભારતીય કોળી સમાજ ના ગીર સોમનાથ જીલ્લા ના યુવા પ્રમુખ તરીકે ગોવિંદ ભાઈ વાઢેળ ની વરણી*

Hello Morbi

Leave a Comment