• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી જિલ્લા આયોજન સમિતિનો ચુંટણી કાર્યક્રમ પ્રસિદ્ધ*

મોરબી જિલ્લા આયોજન સમિતિની ચુંટણી યોજવા માટેનો તબક્કાવાર કાર્યક્રમ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરના તારીખ.૨૨/૦૧/૨૦૧૬ ના નોટીફીકેશનના નિયમ-૪ મુજબ પ્રાપ્ત થયેલ સત્તાની રૂએ નિયમ-૧૨ અન્વયે ચુંટણી સત્તાધિકારી અને મોરબી જિલ્લા કલેકટરશ્રી દ્વારા ચુંટણી કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે.

આ ચુંટણી કાર્યક્રમ અનુસાર ૧૫મી ડિસેમ્બરે સવારના ૧૧.૦૦ કલાક થી ૧૫.૦૦ કલાક સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. તા.૧૮-૧૨-૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાક થી ૧૫.૦૦ કલાક સુધીમાં ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે અને તા.૨૧-૧૨-૨૦૨૩ ના રોજ ૧૫.૦૦ કલાક સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે. તા.૨૨-૧૨-૨૦૨૩ ના રોજ હરીફ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે તેમજ તા.૦૨-૦૧-૨૦૨૪ ના રોજ ચુંટણી સત્તાધિકારીએ જાહેર કરેલ મતદાન મથકો ઉપર આવશ્યક હોય તો સવારના ૯.૦૦ વાગ્યા થી બપોરના ૧.૦૦ વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. તા.૦૩-૧-૨૦૨૪ ના રોજ સવારે ૯.00 કલાકથી મતગણતરી કરવામાં આવશે અને તે જ દિવસે ચુંટણીનું પરીણામ જાહેર કરવામાં આવશે.

Related posts

*જોડિયા તાલુકા કક્ષાનો ઓનલાઇન એજ્યુકેશન ઇનોવેશન ફેર યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ’* *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની ઉજવણી સુરત ખાતે થશે : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મંત્રી શ્રી હર્ષ સંઘવી*

editor

*મોરબીમાં 7 વર્ષની અપહૃત બાળકીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો, હત્યાની આશંકા*

Hello Morbi

Leave a Comment