• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી:આગામી વિધાસભાની ચૂંટણીમાં મોરબી ની બેઠક જીતાડી ભરોસાની સરકાર બનાવવા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની પ્રજાજનોને અપીલ*

મોરબી:તા ૧૪ ભારતીય જનતા પાર્ટીની ગૌરવયાત્રા આજે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નેકનામ ગામેથી શરૂ થઈ હતી જેમાં કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ, રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, જયંતીભાઈ કવાડિયા, ભરતભાઈ બોઘરા,પૂર્વ મંત્રી ચીમન સાપરીયા, પૂર્વ ચેરમેન મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ધનસુખભાઈ ભંડેરી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સહિત જિલ્લાના ભાજપ આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ ગૌરવ યાત્રાનું મોરબી સિરામિક એસોશિએશન દ્વારા રફાળીયા નજીક ઉમળકા ભેર સ્વાગત કરાયું હતું.

દરમિયાન મોરબી જિલ્લામાં નેકનામ ખાતે ગૌરવ યાત્રાના સ્વાગત બાદ આ યાત્રા પ્રભુનગર (મીતાણા), ટંકારા, લજાઈ, હડમતીયા, જડેશ્વર, રાતિદેવડી, વાકાંનેર, ઢુવા, મકનસર, લીલાપર, રવાપર ચોકડી થઇ મોરબી નેહરુ ગેટ ખાતે પહોંચી હતી જ્યા જનસભાને સંબોધતા કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયલે ગુજરાતીમાં પોતાની સ્પીચ આપી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વિશ્વનેતા ગણાવી તેમના શાસનકાળમાં ગુજરાત અને સમગ્ર દેશે પ્રગતિના શિખરો સર કર્યાનું જણાવી ઉમેર્યું હતું કે, આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈની ડબલ એન્જીન સરકાર ચાલી રહી છે પરંતુ મોરબીની જનતાએ પાલિકામાં ૫૨-૫૨ ભેટ ધરતા અહીં તો ત્રિપલ એન્જીન સરકાર હોવાનું તેમને જણાવ્યું હતું.

 

મોરબીની જનસભામાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈએ મોરબીને કન્ટેનર ડેપો અને નજીકમાં જ ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું છે ત્યારે આગામી ચૂંટણીમાં મોરબી બેઠક જીતાડી ભરોસાની સરકાર બનાવવા પ્રજાજનોને અપીલ કરી હતી.

Related posts

“આત્મનિર્ભર ગુજરાત” પેકેજ હેઠળ અંદાજ ૨.૫ લાખ લોકોને રૂ. ૨૫૦૦ કરોડનું ધિરાણ અપાયું : વધુ ધિરાણ આપનાર પ્રથમ ત્રણ સહકારી બેંકોના ચેરમેનશ્રીઓનું મુખ્યમંત્રીશ્રી રૂપાણીના હસ્તે સન્માન”

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી 𝐑𝐓𝐎 દ્વારા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી જાહેર*

editor

*HELLO MORBI NEWS:નવલખી પાટાવાળી મેલડી માતાજી નો નવરંગ માંડવો મહાપ્રસાદ ધામધૂમથી ઉજવાશે*

editor

Leave a Comment