• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીમાં દલવાડી સર્કલ-લીલાપર ચોકડી, રવાપર ગામ-રવાપર ચોકડી,ભક્તિનગરથી ઉમિયા સર્કલ રસ્તાઓ પર ભારે વાહનોને પ્રવેશબંધી*

મોરબી શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી દલવાડી સર્કલ થી લીલાપર ચોકડી સુધી, રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી સુધી તથા ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસ દરમિયાન ભારે વાહનોની અવર જવર બંધ કરવામાં આવે તો ટ્રાફીક સમસ્યા હલ થઈ શકે તેમ છે.

જેથી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જી.ટી. પંડયા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) બી અન્વયે (૧) દલવાડી સર્કલ થી લીલાપર ચોકડી, (૨) રવાપર ગામથી રવાપર ચોકડી થી લીલાપર ચોકડી અને (૩) ભક્તિનગર થી ઉમીયા સર્કલ રસ્તાઓ પર તા.૩૧-૧૨-૨૦૨૩ સુધી સવારના કલાક-૦૮:૦૦ થી રાત્રીના કલાક-૧૨:૦૦ સુધી ભારે વાહનોને પસાર થવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, સરકારી વાહનો, ફાયર ફાઇટર, સ્કુલ/કોલેજના વાહનો, ઇમરજન્સી વાહનો, આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલા તમામ વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને લાગુ પડશે નહિ.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી માં જયશ્રી લીલા લીમડા વાળી મેલડી માંતાજી નો ભવ્ય નવરંગ માંડવો યોજાશે*

editor

હવે દર સપ્તાહે નક્કી થશે LPG ગેસ સિલિન્ડરના ભાવ! પેટ્રોલિયમ કંપનીઓ કરી રહી છે વિચાર

Hello Morbi

*હડમતીયા ગામે કે સી પટેલ ના પિતાશ્રી ના જન્મ દિવસ ની અનોખી ઉજવણી નિમિતે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા રહા હાજર*

Hello Morbi

Leave a Comment