• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદિર નો પંચદશમ્ પાટોત્સવ આગામી ગુરૂવારે પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવાશે*

*પ્રભાતધૂન, વૈદિક મહાયજ્ઞ, સન્માન સમારોહ, મહાઆરતી, મહાપ્રસાદ સહીત ના કાર્યક્રમો*

 

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ મંદિર નો પંચદશમ્ પાટોત્સવ આગામી ગુરુવાર તા.૩-૩-૨૦૨૨ ના રોજ પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવવા મા આવશે. જે અંતર્ગત સવારે ૬ કલાકે પ્રભાતધૂન, સવારે ૮ કલાકે વૈદિક મહાયજ્ઞ, સવારે ૧૦ કલાકે કાર્યકર્તાઓ તેમજ દાતાશ્રીઓ નો સન્માન સમારોહ, સાંજે ૬:૩૦ કલાકે મહાઆરતી, સાંજે ૭ કલાકે મહાપ્રસાદ સહીત ના કાર્યક્રમો યોજાશે. શહેર ની દરેક ધર્મપ્રેમી જનતા ને પધારવા તેમજ પ્રસાદ ગ્રહણ કરવા શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના આગેવાનો દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવા મા આવ્યુ છે.

મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા એમ્બ્યુલન્સ સેવા, શબવાહીની સેવા, વૈકુંઠ રથ સેવા, અંતિમ યાત્રા બસ, ફ્રિઝ શબ પેટી, દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદ ની વ્યવસ્થા, બિનવારસી મૃતદેહો ના અંતિમ સંસ્કાર, સામૂહીક અસ્થિ વિસર્જન, મેડીકલ સાધનો ની સેવા, મેડીકલ કેમ્પ, બ્લડ ડોનેશન, પદયાત્રીઓ ની સેવા, દર મહીને વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ સહીત ની સેવાઓ વિનામુલ્યે કોઈપણ પ્રકાર ના નાતજાત ના ભેદભાવ વિના સમાજ ને અવિરતપણે પ્રદાન કરવા મા આવી રહી છે. કોરોના ની મહામારી ના સમય મા મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા એક લાખ થી વધુ ફુડ પેકેટ વિતરણ, એમ્બ્યુલન્સ સેવા, ઓક્સિજન બોટલ, નેબ્યુલાઈઝર, ઓક્સિ મીટર સહીત ની સેવાઓ અવિરતપણે પ્રદાન કરવા મા આવી હતી ત્યારે આગામી વર્ષે પણ દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદ તેમજ દર ગુરુવારે મહાપ્રસાદ રાબેતા મુજબ યોજાશે તેમ સંસ્થા એ યાદી મા જણાવ્યુ છે. પ્રસાદ મા સહયોગ આપવા ઈચ્છુક ભક્તજનો એ શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી નો સંપર્ક કરવો.

 

લી.

શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી.

Related posts

*જોડીયા તાલુકાની શ્રી હડીયાણા કન્યા શાળામાં શિક્ષક દિવસની ઉજવણી*

Hello Morbi

*મોરબીમાં ઓરપેટ દ્વારા આજે રવિવારથી રેપીડ ટેસ્ટ કેમ્પ શરૂ*

Hello Morbi

*HELLO MORBI:હળવદ ના ચરાડવા ગામે જુગાર રમતા સાત જુગારી: ૬૮૮૦૦!ના મુદ્દામાલ સાથે પાંચ ની અટકાયત બે પોલીસ પકડ થી દુર*

editor

Leave a Comment