
અગામી 3151 ડિસેમ્બરની ઉજવણી અર્થે ટાટા ટેન્કર ચોર ખાના બનાવી તેમાં છુપાવી લઇ જવાતો મસ મોટો ઇંગ્લીશ દારૂનો જથ્થો કુલ કિ.રૂ.૧૯,૯૫,૫૬૦/- ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી લોકલ કાઈમ બ્રાંચ મોરબી.
શ્રી અશોક કુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી (IPS) મોરબી જિલ્લાનાઓએ અગામી 31″ ડિસેમ્બર અનુસંધાને મોરબી જિલ્લામાં પ્રોહી-જુગારની બદી સદંતર નાબુદ કરવા સ્પે. ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે ડ્રાઇવ દરમ્યાન અસરકાર કામગીરી કરવા શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબીનાઓને સુચના કરતા તેઓના માર્ગદર્શન હેઠળ શ્રી, કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ. એલ..સી.બી. તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા અર્થે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન HC સુરેશભાઇ હુંબલ, પૃથ્વીસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા તથા PC વિક્રમભાઈ કુંગસીયાને સયુંકતમાં ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, વાંકાનેર થી માળીયા મી. હાઇવેરોડ ઉપર વાંકાનેર તરફથી ટેન્કર નંબર GJ-12-BV-1078 વાળામાં ગે.કા.રીતે ઇંગ્લીંશદારૂનો જથ્થો ભરી માળીયા મીયાણા તરફ જાય છે, તેવી સચોટ મળેલ હકિકત આધારે વાંકાનેર – માળીયા હાઇવેરોડ ઉપર માળીયા ફાટક ઓવરબ્રીજપુના છેડા પાસે હકિકત વાળા ટેન્કરની વોચ ગોઠવતા ઉપરોકત ટેન્કર મળી આવતા જેમાં ચોર ખાના બનાવેલ હોય જે ચેક કરતા ચોર ખાના માંથી નીચે જણાવેલ ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની, મોટી બોટલોનો જથ્થો તથા અન્ય મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડી આગામી 31″ ડિસેમ્બર ની ઉજ્જવણી અર્થે લઇ જવાતો મસ મોટો જથ્થો પકડી પાડી મોરબી સિટી બી ડિવી. પો.સ્ટે. ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો રજિસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ સરનામું
૧. ટેન્કર ડ્રાઇવર લક્ષ્મણરામ જુજારામ જાટ ઉ.વ.૨૮ રહે.સરણુ, ફોગીયાસરા મુંઢણો કી ઢાણી, થાણું બાડમેર સુંદર,તા.જી.બાડમેર રાજસ્થાન
પકડવાના બાકી આરોપીનું નામ સરનામુ
૧. ટેન્કર નંબર GJ-12-BV-1078 વાળાના માલીક તથા માલ મોકલનાર:-જયદિપ જાટ રહે. થવા તા.જી. બાડમેર (રાજસ્થાન)
૨. ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર તથા તપાસમાં ખુલે તે
કબ્જે કરેલ મુદામાલની વિગત
(૧) ગ્રીન લેબલ વ્હીસ્કી ૩૭૫ મી.લી.ની કાચની બોટલો નંગ- ૪૩૨ કિ.રૂ.૭૫,૬૦૦/-
(૨) ગ્રીન લેબલ વ્હીસ્કી ૧૮૦ મી.લી.ની કાચની બોટલો નંગ- ૨૯૭૬ કિ.રૂ. ૨,૯૭,૬૦૦/-
(૩) મેગ્ડોવેલ નં.-૦૧ XXX RUM ની ૭૫૦ મી.લી.ની બોટલો નંગ- ૯૪૮ કી.રૂ. ૩,૩૧,૮૦૦/-
૪) મેગ્ડોવેલ નં.-૦૧ XXX RUM ની ૩૭૫ મી.લી.ની બોટલો નંગ- ૧૬૦૮ કી.રૂ. ૨,૮૧,૪૦૦/-
(૫) ટાટા ટેન્કર રજી. નંબર GJ-12-BV-1078 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-
૬) એન્ડ્રોઇડ તથા સાદો મોબાઇલ ફોન-૦૨ કિ.રૂ.૫૫૦૦/- રોકડા રૂ. ૩૬૬૦/- એમ મળી નાની, મોટી
બોટલો નંગ-૫,૯૬૪ જે પેટીઓ નંગ-૨૨૬ ની કિ.રૂ.૯,૮૬.૪૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ.
૧૯,૯૫,૫૬૦/- નો મુદામાલ કબજે કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી.એન.એચ.ચુડાસમા,શ્રી,કે.એચ.ભોચીયા તથા શ્રી.એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના
માણસો કામગીરીમાં જોડાયેલ હતાં


