• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:*નીલકંઠ વિદ્યાલય & કોમર્સ સ્કૂલ તેમજ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા “શ્રીરામ જીવન ચરિત્ર પરીક્ષા” નું આયોજન કરવામાં આવ્યું.*

*નીલકંઠ વિદ્યાલય & કોમર્સ સ્કૂલ તેમજ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા “શ્રીરામ જીવન ચરિત્ર પરીક્ષા” નું આયોજન કરવામાં આવ્યું.*

*આ પરીક્ષા ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનો એક નમ્ર પ્રયાસ હતો…આ પરીક્ષા યોજવાનો હેતુ, આજની પેઢી શ્રીરામના જીવનને અનુસરે અને તેમના સદગુણોનો આવનાર પેઢીમાં સંચાર કરવાનો હતો.*

*સમગ્ર ભારત દેશ અયોધ્યામાં રામમંદિરના નિર્માણની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યો છે ત્યારે મુસ્કાન વેલ્ફેર સોસાયટી અને નીલકંઠ વિદ્યાલય & કોમર્સ સ્કૂલના સહયોગથી મોરબીના બહેનો માટે રામાયણ પર પરીક્ષા-પ્રતિસ્પર્ધાનું આયોજન કરેલ હતું. દરેક બહેનોને રામાયણના વાંચન તરફ દોરવાનો અને રામાયણને સમજીને જીવનમાં અનુસરવાનો એક સમાજલક્ષી-મૂલ્યલક્ષી અનન્ય પ્રયત્ન કરેલ હતો.જેમાં 251 બહેનોએ પરીક્ષા આપેલ હતી…*

*જેમાં પ્રથમ નંબર પર વામજા નિમિષાબેન યશકુમાર-1st ,દ્વિતીય નંબર પર જીવાણી રોશનીબેન અંકિતભાઈ-2nd, તૃતીય નંબર પર વાધડીયા ભાવિકાબેન યોગેશભાઈ-3rd વિજેતા થયેલ છે…*

*તેમજ 4 થી 10 નંબર પર ક્રમશ વિજેતામાં પીઠડીયા વર્ષાબેન જયેશભાઈ-4th, છત્રોલા અંકિતાબેન છગનભાઈ-5th,ખાંભરા મિતલબેન અમિતભાઈ-6th,ચાવડા નીતાબેન ભગવાનજીભાઈ-7th,બાવરવા વંદનાબેન ભાવેશભાઈ-8th,કાવર જલ્પાબેન પીયુષભાઈ-9th,કાલરીયા માનસીબેન-10th નંબર પર વિજેતા થયા છે.*

*વિજેતા ટોપ-10 બહેનોને અમૂલ્ય ગિફ્ટ આપી સન્માનિત-પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ પરીક્ષામાં ભાગ લેનાર તમામ 251 બહેનોને ગિફ્ટ આપી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.*

*પરીક્ષાર્થી બહેનોને પ્રોત્સાહિત કરવા માટે ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાએ હાજરી આપી હતી તેમજ બાળ ડોકટર અને લેખક શ્રી સતીષભાઈ પટેલ,RSS નાં સક્રિય કાર્યકર્તા શ્રી ગીતાબેન સોમૈયા,મોરબી નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી કેતનભાઈ વિલપરા,બીજેપી યુવા કાર્યકર્તા શ્રી જયદીપભાઈ દેત્રોજા,નીલકંઠ સ્કૂલના HOD એકતાબેન ભેસદડીયા વગેરે મહેમાનોએ પરીક્ષાને અનુરૂપ સંબોધન આપ્યું હતું અને દેશ નિર્માણમાં વ્યક્તિ નિર્માણનું મહત્વ સમજાવ્યું હતું અને વ્યક્તિ નિર્માણમાં બહેનોનો અહમ ફાળો રહેલો છે તે મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.*

*આ તકે “શ્રીરામ જીવન ચરિત્ર પરીક્ષા” ને સફળ બનાવવામાં સહભાગી થયેલ તમામ વ્યક્તિઓનો નીલકંઠ વિદ્યાલય & કોમર્સ સ્કૂલના મૅનેજિંગ ટ્રસ્ટી જીતુ વડસોલા,નવનીત કાસુન્દ્રા તેમજ મુસ્કાન વેલફેર સોસાયટીના ફાઉન્ડર રંજના સારડા અને તેમની ટીમ દ્વારા દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.*

Related posts

*સુરતમાં સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ કરતા ભાજપના કાર્યકરો પ્રજા કરે તો દંડ ફટકારી ટાર્ગેટ પૂરા કરો વાહરે વિકાસ લક્ષી સરકાર વાહ*

Hello Morbi

*HELLO MORBI: મોરબી શહેર અને જિલ્લામાં કથળેલી કાયદો વ્યવસ્થાને લઈને કોંગ્રેસ આવેદનપત્ર આપશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: શહેનશાહ મોરબી વોહે સાહી દબદબા તેરા કભી માયુસ નહી હોતા માગને વાલા તેરા*

editor

Leave a Comment