• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી: ઉંચી માંડલ ગામના સ્મશાનની દિવાલ પાસેથી ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામના સ્મશાનની દિવાલ પાસેથી ગણનાપાત્ર ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી./ જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય

જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ

નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓ તરફથી વધુમાં વધુ પ્રોહી./ જુગારના કવોલીટી
કેસો શોધી કાઢી મોરબી જીલ્લામાં પ્રોહી./ જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી
કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને આજરોજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ. વનરાજભાઇ ચાવડા તથા પોલીસ કોન્સ. કેતનભાઇ અજાણા નાઓને સંયુકતરાહે મળેલ બાતમી હકીકત આધારે પો.સ.ઈ.શ્રી વી.જી.જેઠવા નાઓએ મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામના સ્મશાનની દિવાલ પાસે ત્રણ ઇસમો ઇગ્લીશ દારૂની બોટલો સગેવગે કરે છે વિગેરે મતલબેની મળેલ ખાનગી બાતમી હકીકત આધારે સદરહું જગ્યાએ જઇ રેઇડ કરતા ત્રણ ઇસમો ઇગ્લીશ દારૂની બોટલો સગેવગે કરતા જોવામાં આવતા મજકૂર ઇસમોને પકડી પાડી સદરહું જગ્યાએથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૬૦ કિં.રૂ.૨૫,૯૮૦/- નો મુદ્દામાલ કબ્જે કરી મજકૂર ત્રણય ઇસમો ચાલક વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા નાઓ ચલાવી રહેલ છે.
આરોપી :-
1. શક્તિસિંહ નિનુભા ગોહીલ / રાજપુત ઉ.વ.૨૯ રહે. દેગામ તા-પાટડી જી.સુરેન્દ્રનગર
2. હિતેન્દ્રભાઇ ખેતાભાઇ મકવાણા / રાજપુત ઉ.વ.૨૪ હાલ રહે. જુની પીપળી, તા.જી.મોરબી, મુળ રહે. જેતાણીવાસ, ભીમાસર, તા.રાપર, જી.કચ્છ
3. જગદીશભાઇ ગોંવિદભાઇ મારૂ / આહિર ઉ.વ.૨૫ હાલ રહે-બાલાજી કોમ્પ્લેક્ષ સામે, ઉંચી માંડલ તા.જી.મોરબી, મુળ રહે. વડા, તા.માણાવદર, જી.જુનાગઢ
કબ્જે કરેલ મુદ્દામાલ :- ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની બોટલ નંગ-
૬૦ કિં.રૂ.૨૫,૯૮૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સેકટરશ્રી કે.એ.વાળા તથા પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા તથા
એ.એસ.આઇ જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા તથા અજીતસિંહ પરમાર તથા વનરાજભાઇ ચાવડા તથા હરેશભાઇ આગલ તથા પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર તથા રમેશભાઇ મુંધવા તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા કેતનભાઇ અજાણા તથા જયદીપભાઇ પટેલ તથા કુલદિપભાઇ કાનગડ તથા દિપસિંહ ચૌહાણ તથા યશવંતસિંહ ઝાલા નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI: એસ એસ સી રીઝલ્ટ–2023 માં બોર્ડ પ્રથમ સાથે મોરબી નવયુગ વિદ્યાલયની સિંહ ગર્જના*

editor

*મોરબી એવન્યુ પાર્ક ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સફળતાપૂર્વક સંપન્ન*

Hello Morbi

*મોરબી તાલુકા પોલીસ મથક નું મંથલી ક્રાઈમમોરબી તાલુકા પોલીસે કાયદા તોડ અને બુટલેગરો સામે કરી લાલ આંખ*

Hello Morbi

Leave a Comment