• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી વાવડીરોડ ની સોસાયટીમાં દારૂના ચાલુ કટિંગ પર મોરબીક્રાઇમબ્રાન્ચ ત્રાટકી, ૫:૯૫ લાખના દારૂ સાથે ૪ ની અટકાયત*

મોરબી : મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ શ્રીજી સોસાયટીમાં ઇંગ્લીશ દારૂના કટીંગ સમયે જ ક્રાઇમબ્રાન્ચની ટીમે સપાટો બોલાવી ચાર શખ્સોને ઇંગ્લીંશ દારૂની નાની મોટી બોટલો નંગ 1500 કિંમત રૂપિયા 5,95,800 તેમજ કાર, અશોક લેલન બડા દોસ્ત અને રીક્ષા સહિત કુલ રૂ. 22,65,800ના મુદામાલ સાથે પકડી પાડી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવી અન્ય છ આરોપીઓના નામ ખોલાવવામાં સફળતા મેળવી હતી.

મોરબી એલસીબી ટીમના એએસઆઈ રામભાઇ મંઢ અને હેડ કોન્સ્ટેબલ નિરવભાઇ મકવાણાને બાતમી મળેલ કે આરોપી ઝુબેર ઉર્ફે બબુડો મહેબુબભાઇ ઘાંચી રહે. પંચાસર રોડ, ભારતપરા અને આરોપી અકરમભાઇ મહેબુબભાઇ ફકીર રહે. મોરબી, મકરણીવાસ વાળાએ રવિન્દ્ર ઉર્ફે રવિ નટુભાઇ પટેલ રહે. જુના દેવળીયા તા. હળવદ જી.મોરબી હાલ રહે. મોરબી ઘુટ રોડ, હરીઓમ પાર્ક વાળા મારફતે નંબર પ્લેટ વગરના અશોક લેલન માલ વાહકમાં પરપ્રાંતમાંથી ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો મંગાવી મોરબી વાવડીરોડ, ઉપર આવેલ શ્રીજી સોસાયટીમાં અન્ય વાહનોમાં ભરી તેની હેરાફેરી કરવાની પ્રવૃતી હાલે ચાલુ છે. જે બાતમીને આધારે રેઇડ કરતા ઘટના સ્થળેથી અશોક લેલન વાહનમાંથી મેકડોવેલ્સ નંબર વન ડીલક્ષ વ્હીસ્કીની 360 બોટલ કિંમત રૂપિયા 1,35 લાખ, રોયલ ચેલેન્જ ફાઇન રીજર્વ વ્હીસ્કીની 240 બોટલ કિંમત રૂપિયા 1,24,800, મેકડોવેલ્સ નંબર વન ડીલક્ષ વ્હીસ્કીના ચપલા નંગ 240 કિંમત રૂપિયા 24000, રોયલ સ્ટગ વ્હીસ્કી બોટલ નંગ 420 કિંમત રૂપિયા 1,68,000 અને ઓલ સીઝન વ્હીસ્કીની બોટલ નંગ 240 કિંમત રૂપિયા 1,44,000 સહિત નાની મોટી બોટલો નંગ 1500 કિંમત રૂપિયા 5,95,800 મળી આવી હતી.
દરોડા દરમિયાન પોલીસે બનાવ સ્થળેથી આરોપી ઝુબેર ઉર્ફે બબુડો મહેબુબભાઇ માયક, રહે, પંચાસરરોડ, ભારતપરા, અકરમભાઇ મહેબુબભાઇ શાહમદાર, રહે. મોરબી મકરણીવાસ, કિશનભાઇ પ્રવિણભાઇ લવા રહે. હાલ જેપુર ત્રિમંદિર સામે બ્રહ્મપુરી સોસાયટીમાં અને સિકંદરભાઇ ઉર્ફે સીકલો કાદરભાઇ મોવર રહે. વીસીપરા બિલાલી મસ્જીદ શેરીમાં વાળાને પકડી પાડયા હતા. આરોપીઓની પૂછતાછમા આરોપી રવિન્દ્ર ઉર્ફે રવિ નટુભાઇ વીડજા હાલ રહે. મહેન્દ્રનગર, હરીઓમપાર્ક, હિતેષભાઇ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઇ ધોળકીયા રહે. નવાડેલા રોડ, મોરબી, તુલસીભાઇ હસમુખભાઇ શંખેસરીયા રહે. મોરબી પંચાસર રોડ, હનુમાન મંદિર પાસે, સાહીલ ઉર્ફે સવો સંધી રહે. કાલીકા પ્લોટ મોરબી, લકકી રાઠોડ રહે. હાલ શોભેશ્વર રોડ, વાણીયા સોસાયટી અને નંબર પ્લેટ વગરના અશોક લેલન બડા દોસ્ત માલ વાહક વાહનનો ચાલકના નામ ખુલતા કુલ 9 આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવી પાંચ આરોપીઓને પકડી પાડવા તજવીજ શરૂ કરી છે.

દરોડા દરમિયાન પોલીસે નંબર પ્લેટ વગરની અશોક લેલન બડા દોસ્ત વાહન કિંમત રૂપિયા 10 લાખ, અતુલ શકિત રીક્ષા નંબર-GJ-03-BT-1953 કિંમત રૂપિયા 50 હજાર, સ્વીફ્ટ કાર નંબર GJ-09-BL-0047 કિંમત રૂપિયા 6 લાખ અને મોબાઇલ ફોન નંગ-4 મળી કિંમત રૂપિયા 20 હજાર સહિત કુલ મળી 22,65,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ સફળ કામગીરી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ કે.એચ.ભોચીયા તથા એલ.સી.બી.,પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Related posts

*HELLO MORBI:ઉપલેટા પો.સ્ટે.વિસ્તારના રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે,વડવાળા હોટલ પાસે, સંસ્કાર કોમ્પ્લેક્ષ,યાદેશ્વર નામની ઓફીસમાં ચાલતા જુગાર ધામ પર ઉપલેટા પોલીસ ના દરોડા*

editor

*મિત્રો તકલીફ ને તાકાત બનાવીએ તો કશું જ અશક્ય નથી*અહેવાલ અને તસ્વીર કોશીક કોટક પડધરી*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી: રાષ્ટ્રવાદી અજયભાઈ લોરીયા દ્વારા પહલગામ ખાતે થયેલ આતંકી હુમલા વિરોધમાં અનોખો વિરોધ પ્રદર્શન કરાયો*

editor

Leave a Comment