
*મોરબી તા ૨૬ મોરબી સહિત ગુજરાત રાજ્યના તમામ જિલ્લાની આરટીઓ કચેરીના ટેકનિકલ વિભાગના અધિકારીઓ આજથી આંદોલનનું ફૂંક્યું છે*
*જેમાં ચાલુ ફરજ દરમિયાન યુનિફોર્મ ની સાથે કાળી પટ્ટી લગાવી વોટશોપ પર કાળી પટીનું સ્ટેટ્સ રાખી ચાલુ ફરજની જેમ જેમ માગણીઓ સાથે આજથી આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા*
*જેમ જેમ માગણીયો નહીં સ્વીકારવામાં આવે તેમ તેમ આંદોલન ઉગ્ર બનશે અને આગળ જતા તમામ અધિકારીઓ માસીએલ પર પણ ઉતરશે*
*આજ તારીખ ૨૬-૨-૨૦૨૪ થી શરૂ થયેલ આંદોલન માગણીયો ન સંતોષાય ત્યાં સુધી ગુજરાત મોટર વિભાગ ટેકનિકલ અધિકારીઓ કાળી પટ્ટી પહેરી પોતાની ફરજ બજાવશે અને વિરોધ નોંધાવશે તેમજ વોતશોપ ના પોતાના ડીપી અને સ્ટેટસમાં કાઢી પટ્ટી નું પોસ્ટર લગાવશે*
*તારીખ ૨૭-૨ ના રોજ તમામ ટેકનિકલ અધિકારીઓ જે તે જિલ્લા પ્રાદેશિક સહાયક વાહન વ્યવહાર કચેરીના વડાને લેખિતમાં આવેદનપત્ર આપશે અને તેઓના મારફતે આવેદન પત્ર વિભાગના વડા અને અધિક મુખ્ય સચિવ ને પાઠવાશે*
*તા ૨૮ ના રોજ તમામ ટેકનિકલ અધિકારીઓ આ મુખ્યમંત્રીશ્રીને વાહન વ્યવહાર મંત્રી શ્રી, તેમજ અધિક મુખ્ય સચિવ શ્રી ને ટેક્સ મેસેજથી તથા અન્ય સોશિયલ મીડિયા ની એપ્લિકેશન મારફત પડતર માગણીઓને લઈ ને રજૂઆત કરશે*
*તારીખ ૨૯-૨-ના રોજ તમામ ટેકનિકલ અધિકારીઓ કચેરી સમય પહેલા અને બપોરે રિસેસના સમયે સૂત્રોચાર અને ઘંટનાદ કરી વિરોધ પ્રદર્શન કરશે*
*તા૧-૩-૨૦૨૪ ના રોજ તમામ ટેકનિકલ અધિકારીઓ એક દિવસની સીએલ પર જઈ તમામ કામગીરીનો બહિષ્કાર કરશે*
*તા ૪-૩-૨૦૨૪ ના રોજ તમામ ટેકનિકલ અધિકારીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે હેરા થઈ વિરોધ પ્રદર્શન કરશે*
*તેમજ તારીખ ૧૧-૩-૨૦૨૪ થી તમામ ટેકનિકલ અધિકારીઓ માસએલ પર ઉતરી જશે અને માગણી નું નિરાકરણ નહીં આવે અથવા તો સરકાર નહીં સાંભળે ત્યાં સુધી માસીએલ પર રહી ને વિરોધ પ્રદર્શન કરશે*

