• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકાના બાદનપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૫ ઇસમોને પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ મોરબી*

મોરબી તાલુકાના બાદનપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૫ ઇસમોને રોકડ રકમ / વાહન મળી કુલ કિ.રૂ.૭,૪૦,૯૫૦/ ના મુદામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ મોરબી.
શ્રી અશોકુકમાર પોલીસ મહાનિરીક્ષકશ્રી, રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી અધિક્ષકશ્રી મોરબીનાઓએ આગામી લોકસભા ચુંટણી શાંતિપૂર્ણ થાય તે અનુસંધાને મોરબી જીલ્લામાં ગે.કા.રીતે ચાલતી પ્રોહિ/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબૂદ કરવા સારૂ શ્રી એમ.પી.પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને સુચના આપતા તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી કે.એચ.ભોચીયા તથા શ્રી એસ.આઇ.પટેલ પો.સબ ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી. મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશીલ હતા. દરમ્યાન પો.હેડ.કોન્સ. શકિતસિંહ ઝાલા તથા પો.કોન્સ. સંજયભાઇ રાઠોડ ને ખાનગી બાતમી રાહે મળેલ હકિકત આધારે મોરબી તાલુકાના ખાનપર આમરણ રોડ બાદનપર ગામની સીમ, ભરવાડના નેસડાની બાજુમાં ખરાબામાં જાહેરમાં ગંજીપતાના પાના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમતા કુલ પાંચ ઇસમોને રોકડા રૂ.૪૦,૯૫૦/- તથા ગજીપના નંગ-૫૨ કિ.રૂ. 00/ તથા વાહન તથા ફોર વ્હીલ ઇનોવા કાર રજી. નંબર GJ-36-B-5025 કિ.રૂ.૭,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૭,૪૦,૯૫૦/-ના મુદામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામા
૧. પ્રાગજીભાઇ જેઠાભાઇ ઠોરીયા ઉવ-૬૭ રહે.રામનગર ખારેચીયા તા.જી.મોરબી
૨. બચુભાઇ પુનાભાઇ ડાંગર ઉવ-૬૧ રહે.કોયલી તા.જી.મોરબી
૩. ભરતભાઇ મોમયાભાઈ કુંભારવાડીયા ઉવ-૪૮ રહે.બેલા આમરણ તા.જી.મોરબી
૪. જંયતિલાલ તળશીભાઇ રાઘવાણી ઉવ-૪૬ રહે.ધુળકોટ તા.જી.મોરબી
૫. જયેશભાઇ માનસંગભાઇ મકવાણા ઉવ-૫૨ રહે.બાલંભા તા.જોડીયા જી.જામનગર
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી. મોરબી PSI શ્રી કે.એચ.ભોચીયા તથા શ્રી એસ.આઇ.પટેલ તથા એલ.સી.બી. મોરબી સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: લોહાણા મહાજન તેમજ જલારામધામના મોરબીના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી નો આજે જન્મદિવસ*

editor

*રાજકોટ-મોરબી રોડ પર ટંકારા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત, બંને ચાલકો ઘાયલ*

Hello Morbi

*મોરબી સિનિયર સિટીજનો માટે રેલવે કન્સેશન પૂર્વવર્ત કરવા માંગ*

Hello Morbi

Leave a Comment