• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર ધામ હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિ અવસરે ઉપસ્થિત રહ્યા*

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર ધામ હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિ અવસરે ઉપસ્થિત રહ્યા*
*————*
*કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને ધરાવાયેલા મહાઅન્નકૂટની આરતીમાં સહભાગી થઈ સૌના મંગલની કામના કરતા મુખ્યમંત્રીશ્રી*
*————*
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ખાતે આયોજિત હનુમાન જયંતી ઉત્સવમાં ભક્તિ ભાવપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.

પ્રતિ વર્ષ હનુમાન જયંતીના પાવન અવસરે સાળંગપુર ધામમાં થતા અનેકવિધ ધાર્મિક આયોજન અન્વયે આ વર્ષે સમૂહ મારૂતિ યજ્ઞ સાથે હનુમાનજી મહારાજને ધરાવાયેલા મહાઅન્નકૂટની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ મહાઅન્નકૂટની આરતીમાં સહભાગી થયા હતા. તેમણે શ્રદ્ધાપૂર્વક હનુમાનજી મહારાજની આરતી કરી હતી અને સૌ લોકોના સુખ, શાંતિ, સમૃદ્ધિની મંગલ પ્રાર્થના પણ આ હનુમાન જયંતિ અવસરે કરી હતી.

કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના સંતો, અગ્રણીઓ અને શ્રદ્ધાળુઓ હનુમાન જયંતીના આ ઉત્સવમાં ઉમંગભેર જોડાયા હતા.
————

Related posts

*જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ મોરબી ના નવા હોદ્દેદારોની વરણી કરાઈ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જન્માષ્ટમીના તહેવારમાં રહો નિશ્ચિંત,કારણ કે ઇમરજન્સી માટે આયુષ છે ઉપસ્થિત*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ઘોલ ના વ્યસ્ત હાઈવે પર ઓવરબ્રિજ ની માંગણી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા દ્વારા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ ને રજુઆત*

editor

Leave a Comment