• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીથી શ્રીનાથદ્વારા નો એ.સી. કોચ બસ રૂટ ચાલુ કરવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાની માંગણી*

અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન

 

મોરબી: રાજસ્થાનમાં આવેલ સુપ્રસિધ્ધ યાત્રા સ્થળ શ્રીનાથદ્વારા મોરબીના અનેક શ્રદ્ધાળુઓ વારંવાર જતાં – આવતા હોય છે. આ શ્રદ્ધાળુઓને શ્રીનાથદ્વારા જવા – આવવામાં સુગમતા રહે તે માટે રાજકોટ – શ્રીનાથદ્વારા વાયા મોરબી એ.સી. સ્લીપિંગ કોચનો બસ રૂટ ચાલુ કરવા મોરબીના ધારાસભ્યશ બ્રિજેશ મેરજાએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર મંત્રી ને વિગતે રજૂઆત કરી આ બસ રૂટ ચાલુ કરવા માંગણી કરી છે. વધુમાં બ્રિજેશ મેરજાએ એસ.ટી. ના સત્તાવાળાઓ સમક્ષ મોરબી ડેપોની વિધ્યાર્થીઓ માટેના ૧૦૩ બસ રૂટો, શેડ્યુલ રૂટો ૪૮ તેમજ અન્ય બસ રૂટો મળીને કુલ ૩૪૨ ટ્રીપો નિયમિત ચાલે તે માટે મોરબી ડેપોમાં ડ્રાઈવર અને કંડક્ટરની જે ઘટ છે તે નિવારવી જરૂરી છે. આ અંગે રાજ્યના વાહન વ્યવહાર મંત્રીશ્રી આર.સી.ફળદુ તેમજ એસ.ટી. નિગમના મેનેજિંગ ડિરેક્ટરશ્રીને ભારપૂર્વક રજૂઆત કરીને વિના વિલંબે આ ખાલી જગ્યાઓ ભરવા ધારાસભ્યશ્રીએ આગ્રહ સેવ્યો છે. મોરબી એ ઓધ્યોગિક કેન્દ્ર હોય ગામડાઓમાંથી અનેક લોકો રોજગારી માટે મોરબી આવતા – જતાં હોય છે તેમજ વિધ્યાર્થીઓ અને શેડ્યુઅલની ટ્રીપો પણ નિયમિત ચાલે તેમ કરવું જરૂરી છે. ડ્રાઈવર અને કંડક્ટરની ઘટને કારણે વારંવાર નિયત શેડ્યુલ ખોરવાઈ જતું હોય છે. પરિણામે મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે. આ સ્થિતિ નિવારવા ડ્રાઈવર અને કંડક્ટરની ખાલી જગ્યાઓ સત્વરે ભરવા માટે ધારાસભ્યશ્રીએ માંગણી કરી છે. ઉપરોક્ત પ્રેસનોટ પ્રકાશિત કરી આભારી કરશોજી.

Related posts

*મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓ દ્વારા લોહાણા સમાજ તેમજ ભાજપ અગ્રણી દીનેશભાઈ ભોજાણી (દીનુ મામા) ની મોરબી ફેઈર પ્રાઈઝ શોપ એસો. ના પ્રમુખ પદે નિયુક્તિ થતા સન્માન કરવા મા આવ્યુ*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી: નાલંદા વિદ્યાલય માં ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો નીરવ ભીમાણી અવ્વલ નંબરે*

editor

*આંતતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા નવરાત્રી ના પાવનપર્વે કન્યા પૂજન યોજાયુ*

Hello Morbi

Leave a Comment