• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Other

લગ્ન સમારંભો બાબતે સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢતા સરકાર સફાળી જાગી, લીધો મોટો નિર્ણય

કોરોનાની સ્થિતી ફરી એકવાર રાજ્યમાં વિસ્ફોટક થઇ ચુકી છે. જેના કારણે સરકાર દ્વારા ફરી એકવાર કેટલાક નિયમોમાં પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે કોરોનાની સ્થિતી હળવી થયા બાદ સરકાર દ્વારા અપાયેલી તમામ છુટછાટો પરત ખેંચવામાં આવી રહી છે. રાત્રી કર્ફ્યૂ અને અમદાવાદમાં 57 કલાકનાં કર્ફ્યૂ બાદ હવે લગ્નમાં અપાયેલી છુટછાટો પણ પરત લેવામાં આવી રહી છે.

અમદાવાદ : કોરોનાની સ્થિતી ફરી એકવાર રાજ્યમાં વિસ્ફોટક થઇ ચુકી છે. જેના કારણે સરકાર દ્વારા ફરી એકવાર કેટલાક નિયમોમાં પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે કોરોનાની સ્થિતી હળવી થયા બાદ સરકાર દ્વારા અપાયેલી તમામ છુટછાટો પરત ખેંચવામાં આવી રહી છે. રાત્રી કર્ફ્યૂ અને અમદાવાદમાં 57 કલાકનાં કર્ફ્યૂ બાદ હવે લગ્નમાં અપાયેલી છુટછાટો પણ પરત લેવામાં આવી રહી છે.

લગ્ન સમારંભો બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત સરકારની ઝાટકણી કાઢવામાં આવ્યા બાદ સરકાર દ્વારા ફરી એકવાર લગ્ન સમારંભોને મર્યાદિત કરી દેવામાં આવ્યા છે. 200 વ્યક્તિની છુટછાટને પરત ખેંચતા હવે લગ્ન સમારંભમાં માત્ર 100 વ્યક્તિ જ હાજર રહી શકશે. બંન્ને પક્ષના 50-50 લોકો જ હાજર રહી શકશે.

લગ્ન સમારંભમાં મોટા પ્રમાણમાં ન માત્ર લોકોને એકત્રિક કરી શકાય પરંતુ જે હાજર રહેવાનાં છે તેની પરવાનગી પણ તંત્ર પાસેથી લેવાની રહેશે. આ ઉપરાંત લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેની જવાબદારી લગ્ન સમારંભના આયોજકની રહેશે. લગ્ન સમારંભમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જેવા નિયમોનું પાલન કરાવવાનું રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લગ્ન સમારંભોમાં સરકાર દ્વારા છુટછાટ આપી દેવામાં આવી હતી. જો કે સ્થિતી ફરી વિકટ થતા સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારની ઝાટકણી કાઢવામાં આવી હતી. જેથી સરકારે ફરી એકવાર ફેરવી તોળતા તમામ છુટછાટ પરત ખેંચી હતી. સરકાર દ્વારા હવે 100 જ વ્યક્તિની છુટછાટ આપી છે.

Related posts

*મોરબી નગર પાલિકાનું રૂ.751 કરોડનું વિકાસ લક્ષીબજેટ મંજુર* *મોરબીના સુવ્યવસ્થિત વિકાસ માટે 100 લાખના ખર્ચે ડેવલોપમેન્ટ પ્લાન બનશે* *900 લાખના ખર્ચે આંતરિક રસ્તા વિકસાવાશે**

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે આયોજીત ભાગવત્ સપ્તાહ માં સંતો-મહંતો, લાયન્સ ક્લબ ના હોદેદારો, સર્વે હિન્દુ સંગઠન, વિવિધ સમાજ નાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા*

editor

*મોરબી ના લખધીર નગર નવાગામ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત થતાં એકનું મોત એક ઇજાગ્રસ્ત*

Hello Morbi

Leave a Comment