
હળવદ તાલુકાના નવા સાપકડા ગામે રહેણાંક મકાનના ફળીયામાં જમીનમાં દાટી છુપાવેલ ઈંગ્લીશદારૂનો જથ્થો શોધી કાઢતી હળવદ
પોલીસ
મ્હે. રાજકોટ રેન્જ આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, તથા નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ શ્રી પી.એ.ઝાલા સાહેબ નાઓએ પ્રોહી-જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સખત સુચના આપવામાં આવેલ હોય,
જે અનુસંધાને પોલીસ ઇન્સપેકટરશ્રી, કે.એમ.છાસીયા સાહેબનાઓ પો.કોન્સ. બીપીનભાઈ મંગળભાઈ પરમાર તથા ગંભીરસિંહ વાધજીભાઈ ચૌહાણ નાઓને સંયુક્ત રીતે મળેલ ખાનગી બાતમી હકિકત આધારે સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ. શ્રી કે.એમ.સોલગામા તથા જરૂરી પોલીસ સ્ટાફ સાથે હળવદ તાલુકાના નવા સાપકડા ગામે બાતમી હકીકત વાળા રહેણાંક મકાને રેઇડ કરતા મકાનના ફળીયામાં જમીનમાં દાટી છુપાવેલ ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશદારૂની કુલ બોટલો નંગ-૫૭ કિ.રૂ.૨૫,૨૯૫/- નો મુદ્દામાલ સાથે આરોપી હાજર મળી આવતા મુદામાલ કબ્જે કરી આરોપી વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપી:-
(૧) રસીકભાઇ ઉર્ફે લાલો રામાભાઇ નંદેસરીયા જાતે.કોળી ઉ.વ.૩૦ ધંધો.મજુરી રહે.નવા સાપકડા તા.હળવદ જી.મોરબી .
કબ્જે કરેલ મુદ્દામાલ:- ભારતીય બનાવટની ઈંગ્લીશદારૂની MC DOWELLS NO.1_DELUXE
WHISKY FOR SALE IN PUNJAB ONLY લખેલ ૭૫૦ એમ.એલ.ની કુલ બોટલો નંગ-૨૫ કિં.રૂ.૯૩૭૫/-
તથા “ROYAL STAG SUPERIOR WHISKY FOR SALE IN PUNJAB ONLY” લખેલ ૭૫૦ એમ.એલ.ની
કુલ બોટલો નંગ-૬ કિ.રુ.૨૪૦૦/- તથા ROYAL CHALLENGE FINE RESERVE WHISKY FOR SALE IN
PUNJAB ONLY લખેલ ૭૫૦ એમ.એલ.ની કુલ બોટલો નંગ-૨૬ કિં.રૂ.૧૩,૫૨૦/- મળી એમ કુલ બોટલો
નંગ-૫૭ કિં.રૂ.૨૫,૨૯૫/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :-પોલીસ ઇન્સપેક્ટરશ્રી, કે.એમ.છાસીયા, પોલીસ હેડ કોન્સ
કિશોરભાઈ મનજીભાઈ સોલગામા તથા પો.કોન્સ. દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા તથા પો.કોન્સ. બીપીનભાઇ મંગળભાઇ પરમાર તથા પો.કોન્સ. ગંભીરસિંહ વાધજીભાઈ ચૌહાણ તથા પો.કોન્સ. તેજપાલસિંહ મહીપતસિંહ ઝાલા તથા પો.કોન્સ. કમલેશભાઇ રાજુભાઈ પરમાર નાઓ દ્રારા આ કામગીરી કરવામાં આવેલ છે.
