• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:૧૨ વર્ષ ની કિશોરીને તેમના પરિવાર સાથે મિલન કરાવતી મોરબી ૧૮૧ અભયમ ટીમ*

*૧૨ વર્ષ ની કિશોરીને તેમના પરિવાર સાથે મિલન કરાવતી મોરબી ૧૮૧ અભયમ ટીમ*

*મોરબી ૧૮૧ ટીમે ઘરેથી નીકળી ગયેલ કિશોરીનું પરિવાર સાથે કરાવ્યું મિલન*

*માતા પિતા દ્વારા કામકાજ બાબતે ઠપકો આપતા છેલ્લા સોળ કલાકથી કિશોરી ઘરેથી કહ્યા વગર નીકળી ગયી હતી.*

*મહિલાઓ ની મદદ માટે સતત રાત દિવસ કાયૅરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો માટે આશીર્વાદરૂપ રહી છે.*

*તારીખ:-૧૩/૦૮/૨૦૨૪ નાં રોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન માં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે મોરબી નીચી માંડલ ગામે એક કેનાલ પાસે એક પીડીત યુવતી છેલ્લા સોળ કલાકથી આંટા ફેરા કરે છે અને કાંઈ પણ બોલતા નથી અને ખૂબ જ રડે છે તેઓ ખૂબ જ ગભરાયેલી હાલતમાં છે ત્યાંના લોકોએ ખૂબ જ પુછપરછ કરી પરંતુ કિશોરી સાચું કહેતી નથી અને કિશોરી ચિંતામાં છે તેથી કિશોરી ની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ની જરૂર છે.*

*જેના પગલે ૧૮૧ અભયમ ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ લક્ષ્મીબેન તેમજ પાયલોટ જીગરભાઈ શેરઠીયા ઘટના સ્થળે કિશોરી ની મદદ માટે પહોંચ્યા હતા કિશોરી ને ત્યાંના લોકોએ એક વાડીમાં સુરક્ષિત રીતે બેસાડેલા હતાં અને તેમને જમાડ્યા હતા.*

*૧૮૧ અભયમ ટીમ દ્વારા કિશોરી સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કિશોરી ખૂબ જ ગભરાયેલી હતી બેનને સાંત્વના આપેલ અને મોટીવેટ કરેલ કિશોરીને તેમના ઘરનું સરનામું અને રસ્તો પણ યાદ ન હતું ઘણા પ્રયત્નો બાદ કિશોરીનું કાઉન્સિલીગ કરતા તેમણે જણાવ્યું કે તેમના માતા પિતા અને એક ભાઈ તેમજ એક બહેન સાથેના સહ પરિવાર સાથે તેઓ એક કંપની માં મજુરી કામ કરે છે ત્યારબાદ કિશોરી એ જણાવેલ કે કામકાજ બાબતે તેમના માતા પિતા ખીજાતા હતાં અને ઢોરમાર મારતાં હતાં.*

*કિશોરી સાથે તેમના માતા પિતા નાની -નાની વાતે માનસિક રીતે ત્રાસ આપતા હતા અને મારઝૂડ કરતાં હતાં અને કિશોરી સાથે ગેરવર્તન કરતા હતા અને અપશબ્દો બોલતા હતા માટે કિશોરી આવા અનેક પ્રશ્નો થી કંટાળીને છેલ્લા સોળ કલાકથી ઘરેથી કોઈને પણ જાણ કયૉ વિના વહેલી સવારે ૫ વાગ્યે ચાલતાં ચાલતાં એક કેનાલ પાસે પહોંચ્યા હતા કિશોરી ના માતા પિતા ઉંચા કોટડા નીવેદ કરવા ગયા હતા માટે કિશોરી ઘરે એકલી હતી તેથી અંધારામાં નીકળી ગયા હતા.*

*ત્યારબાદ ૧૮૧ ટીમે કિશોરીને આશ્વાસન આપેલ તેમજ આવી રીતના ક્યારેય પણ ઘરેથી નીકળી ન જવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવેલ.*

*ત્યારબાદ તેમના માતા પિતા અને જે કંપનીમાં કામ કરતા હતા તે કંપની નું સરનામું પુછેલ અને તેમનો કોન્ટેક્ટ નંબર મેળવેલ તેમજ ચોક્કસ માહિતી મેળવવા માટે આધાર પુરાવા માંગેલ પુરાવા યોગ્ય લાગતા તેમના માતા પિતા અને કંપનીના માલિક સાથે વાતચીત કરેલ અને તેમની કંપની માં ગયેલા બાદમાં કિશોરી એ જણાવેલ કે મારા માતા પિતા માટી ખાતામાં મજુરી કામ કરે છે કિશોરી નાં પરિવારે જણાવેલ કે વહેલી સવારની છેલ્લા સોળ કલાકથી અમારી જાણ બહાર તેમની દીકરી કહ્યા વગર નીકળી ગયેલ તેમણે ઘણા પ્રયત્નો કરેલ પરંતુ તેમની દીકરી મળેલ નહીં.*

*ત્યારબાદ ૧૮૧ ટીમે સલાહ સુચન અને માગૅદશૅન આપેલ તેમજ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપવામાં આવેલ તેમજ દિકરી સાથે મારઝૂડ ન કરવા અને અયોગ્ય વર્તન ન કરવા તેમજ દિકરી ને શિક્ષણ આપવા બાબતે તેમના માતા પિતા ને લાંબી સમજાવટ આપવામાં આવી તેમજ કિશોરી નું ધ્યાન રાખવા જણાવેલ.*

*આમ કિશોરી એ ઘરની બહાર ક્યારેય ન નીકળવાનો સંકલ્પ કર્યો હતો અને રાજીખુશીથી તેમના માતા પિતા સાથે જવાનું કહેલ કિશોરી નાં પરિવાર જનોએ તેમની દીકરી ને સહિ સલામત તેમના ઘરે પહોંચાડવા બદલ ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો.*

Related posts

*મોરબીના ઉચીમાડલ ખાતે વૃક્ષપ્રેમી એ 1000 વૃક્ષો નુ રોપણ વિનામૂલ્યે વિતરણ કરી પર્યાવરણનું જતન કર્યું!*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે સ્વ. હરગોવિંદભાઈ વજુભાઈ પોપટ પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: બાલંભા:પોષણ ઉત્સવ ૨૦૨૫* *પોષણ માસ વાનગી હરીફાઈ નો કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment