• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસા જલારામ મંદિરના માધ્યમથી દર ગુરૂવારે શરૂ થયેલ પદયાત્રા તેમજ મહા આરતી*

બનાસકાંઠા જિલ્લાના હૃદયસમા ડીસા નગરમાં જલારામ મંદિરનું ખાતમુહૂર્ત ચેત્ર સુદ નોમ તારીખ 11-4-1992 ના રોજ થયું હતું.આ મંદિરની વાજતેગાજતે પ્રાણ પ્રતિષ્ઠા મહા સુદ તેરસ તારીખ 17-2-2000 ગુરૂવારે થઈ હતી.અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓથી ધમધમતા ડીસા જલારામ મંદિરે સતત દર્શનાર્થીઓ આવતા રહે છે.તારીખ 3-2-2022 ગુરૂવારથી આ મંદિરે ડીસા નગરના શ્રધ્ધાળુઓ પોતપોતાના નિવાસસ્થાનેથી પદયાત્રા કરી ચાલતા આવે છે અને મહા આરતીમાં ઉત્સાહ, આનંદપૂર્વક ભાગ લઈ સારૂ માનવ જીવન આપવા બદલ પરમાત્મા અને જલારામ બાપા પ્રત્યે સહર્ષ આભારની લાગણી વ્યક્ત કરે છે.

શરૂઆતમાં પ્રથમ ગુરૂવારે 12 પદયાત્રીઓ હતા જેમાં વધારો થઈને બીજા ગુરૂવારે તારીખ 10-2-2022 ના રોજ 21 પદયાત્રીઓ હતા.સવાર અને સાંજ એમ બેઉ ટાઈમ પદયાત્રીઓ જલારામ મંદિર આવી મહા આરતીમાં જોડાય છે.આ સમગ્ર શ્રધ્ધા પ્રકલ્પનું સંકલન શશીકાંતભાઈ ડી.ઠકકર, આર.ડી.ઠકકર, મહેશભાઈ ઉદેચા,આનંદભાઈ પી.ઠક્કર, દિનેશભાઈ ચોક્સી,કમલેશભાઈ રાચ્છ, તારાચંદભાઈ ડી.મજેઠીયા,આત્મારામભાઈ ઓઢાવાળા,દેવચંદભાઈ એન.ઠકકર, દિનેશભાઈ પંચાલ,શારદાબેન આચાર્ય સહિતની 11 શ્રધ્ધાળુઓની ટીમ કરી રહેલ છે.નજીકના દિવસોમાં જ 125 (સવાસો) શ્રધ્ધાળુઓ ચાલતા આવે તેવું આયોજન છે.સવા વર્ષનો આ સંકલ્પ તારીખ 3-5-2023 સુધી ચાલનાર છે.એ પછી તમામ પદયાત્રીઓ આત્મારામભાઈ ઓઢાવાળા અને કનુભાઈ તૃપ્તિવાળા,વિનોદભાઈ એચ.ગોકલાણી,દીલીપભાઈ રતાણી,નરેશભાઈ આચાર્યના માર્ગદર્શન અને આયોજન મુજબ સૌરાષ્ટ્રનો લક્ઝરી બસ પ્રવાસ કરી બેચરાજી,કમીજલા,પાળિયાદ,સાળંગપુર,રામધામ વાંકાનેર, ચોટીલા,વિરપુર,ખોડલધામ,પરબ વાવડી,તોરણીયા રામદેવપીર મંદિર,જૂનાગઢ,દ્રારકા, સોમનાથ સહિતનાં અતિ પવિત્ર સ્થળોની યાત્રા પણ કરનાર છે.આ પદયાત્રા નિસ્વાર્થ ભાવે સ્વ તંદુરસ્તી,ભાવ અર્પણ,ૠણ સ્વિકાર અને ભારત દેશ સંપૂર્ણ કોરોના મુકત થાય તે માટે જ છે.આ પદયાત્રામાં ભાઈઓ ઉપરાંત બહેનો પણ મોટી સંખ્યામાં જોડાઈ રહી છે જે મોટું જમા પાસું છે.

Related posts

*H3N2 થી ગભરાવાની જરૂર નથી પરંતુ સાવધાની જરૂરી* *મોરબી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડૉ કવિતાબેન દવે*

editor

*15મીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી જામનગરની મુલાકાતે: વિકાસકામોનું કરશે ઉદ્ઘાટન-ખામુહૂર્ત*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જિલ્લા/ તાલુકા/ શહેર કોગ્રેસના આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરો ની મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મીટીંગ યોજાશે*

editor

Leave a Comment