• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ભાભરમાં રંગેચંગે દર ગુરૂવાર માટે શરૂ થયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન‌* *ડીસાથી ૧૭૫ જલારામ ભક્તો પ્રથમ ભજનમાં પધાર્યા*

ભાભરમાં રંગેચંગે દર ગુરૂવાર માટે શરૂ થયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન‌
ડીસાથી ૧૭૫ જલારામ ભક્તો પ્રથમ ભજનમાં પધાર્યા
જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ધાનેરા, દિયોદર,ભીલડી, પાલનપુર,પાટણ, હિંમતનગર ખાતે પૂજ્ય જલારામ બાપાનાં ભજન‌ શરૂ કરાવ્યા બાદ ગત ગુરુવારે આધ્યાત્મિક નગર ભાભર ખાતે પૂજ્ય જલારામ બાપાનાં ભજન શરૂ કરાયાં હતાં.પ્રથમ ગુરુવારે શ્રીમતી રસીલાબેન જસવંતલાલ મનસુખરામ ઠક્કર પરિવારે ભજન શુભારંભનો દિવ્ય લાભ‌ લીધો હતો.ડીસાથી અંદાજે ૧૭૫ જેટલા જલારામ ભક્તો ભગવાનભાઈ બંધુના માર્ગદર્શન હેઠળ નિર્ધારિત ડ્રેસમાં ૩ લકઝરી બસમાં સણાદર, દિયોદર જલારામ મંદિર,ભાભર જલીયાણ ગૌશાળા તેમજ અન્નપૂર્ણા ધામનાં દર્શન કરી નિયત સમયે પારકર સમાજની વાડી ખાતે પહોંચ્યા હતા.શ્રીમતી રસીલાબેન જસવંતલાલ મનસુખરામ ઠક્કર પરિવાર દ્વારા સૌ જલારામ ભક્તોનું ઢબૂકતા ઢોલના નાદે કંકુ તિલક તેમજ ફુલોથી ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.
આ અગાઉ રસીલાબેન,નીરૂપાબેન, પ્રતિક્ષાબેન, ગીતાબેન, ગાયત્રીબેન,મહેશભાઈ કાનાબાર, ડોક્ટર નરેશભાઈ અખાણી,મહાસુખબા, અનીલભાઈ રંગોલી,જસવંતલાલ, અરવિંદભાઈ, હાર્દિક ઠક્કર સહિતના જલારામ ભક્તોએ ડીસા જલારામ મંદિરે પધારી ભજન માટે નિમંત્રણ પાઠવ્યું હતું.
સમગ્ર આયોજન વ્યવસ્થામાં ડીસાના જલારામ ભક્તો સર્વ શશીકાંતભાઈ, નરેશભાઈ આચાર્ય, દીલીપભાઇ વકીલ, કમલેશભાઈ રાચ્છ, કલ્પેશભાઈ -લાલાભાઈ, આનંદભાઈ પી, તારાચંદભાઇ ,દીલીપભાઇ રતાણી, નવીનભાઈ ગોકલાણી-પાલનપુર, નટુભાઇ લીંબાચીયા, આત્મારામભાઈ, કનુભાઈ તૃપ્તિ, નવીનભાઈ પ્રજાપતિ, અમિતભાઈ પુરોહિત, મહેશભાઈ પોપટ,કનુભાઈ ગોકલાણી,સુભાષભાઈ ઠક્કર, દેવચંદભાઈ,હિરેન રાચ્છ, ભરતભાઈ ગોકલાણી,દીલીપભાઇ બારોટ સહિતના સૌ હરિભક્તોએ નિષ્ઠાપૂર્વક મહેનત કરી હતી.
ભાભર ખાતે ભજનમાં અંદાજે ૧૦૦૦ ઉપરાંત જલારામ ભક્તોએ ખાસ હાજરી આપી ભજનનો નિજાનંદ માણ્યો હતો.ભાભરના અગ્રણીઓ સર્વ હરિભાઈ આચાર્ય,બલુભા પ્રમુખ, મહેશભાઈ કાનાબાર, ડૉક્ટર નરેશભાઈ અખાણી, સુરેશભાઈ રંગોલી, દશરથભાઈ સોની, ભગવાનભાઈ પીઠડીયા, હીરાલાલ ત્રિભોવનદાસ, અશોકભાઈ તેજારામભાઈ ગોકલાણી, દયારામભાઈ ખેંગારભાઈ,રમેશભાઈ ડાભી, ચતુરલાલ ઉડેચા, પ્રભુલાલ લવજીભાઈ, મનુભાઈ સહાયતા, સુનીલભાઈ ગોકલાણી સહિત સૌએ ભજનમાં સંપૂર્ણ હાજરી આપી પ્રેરણાદાયી સહકાર આપ્યો હતો.
આગામી ૧૫૧ એટલે કે ત્રણ વર્ષના ગુરૂવાર માટે ભજનના યજમાનો નોંધાઈ જતાં વાતાવરણ ઉત્સાહિત બન્યું હતું.રૂપિયા ૧૫૧૦૦૦ (એક લાખ એકાવન હજાર) ની ગૌસેવા નોંધાઈ હતી.ઉપસ્થિત સૌએ પૂજ્ય જલારામ બાપાના થાળ, આરતી તેમજ પ્રસાદનો લાભ લીધો હતો.
ભાભર નગરના ઈતિહાસમાં સૌપ્રથમવાર એકીસાથે ૧૫૧ ગુરુવારના પૂજ્ય જલારામ બાપાનાં ભજન નોંધાતાં સમગ્ર ભાભર નગરમાં અત્યંત રાજીપો હતો.દિયોદર જલારામ મંદિર ખાતે ડીસાના સૌ જલારામ ભક્તોનું પ્રમુખ મનુભાઈ મોઝરૂવાળા તેમજ ટીમે શાનદાર સ્વાગત કરી આરતી તેમજ પ્રસાદની સુંદર વ્યવસ્થા કરી હતી.ભાભર જલીયાણ‌ ગૌશાળા ખાતે પ્રકાશભાઈ છાયલા, મહેશભાઈ ઉડેચા, કીરીટભાઇ મગનલાલ, મનુભાઈ સહિતના ગૌભકતોએ સૌને આવકારી નાસ્તાની સર્વૉતમ વ્યવસ્થા કરી હતી.અન્નપૂર્ણાધામ ખાતે સૌ મહેમાનો માટે શ્રીમતી રસીલાબેન જસવંતલાલ મનસુખરામ પરિવાર દ્વારા ભોજન પ્રસાદની સરસ વ્યવસ્થા સુરેશભાઈ રંગોલીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.રાધનપુર, અમદાવાદ, દિયોદર,થરા, પાલનપુર સહિત વિવિધ સ્થળોએથી જલારામ ભક્તો ખાસ ભજનમાં પધાર્યા હતા.સૌ પ્રત્યે ઋણ સ્વિકારની લાગણી ભગવાનભાઈ બંધુએ વ્યક્ત કરી અતિ સુંદર વ્યવસ્થા કરવા બદલ શ્રીમતી રસીલાબેન જસવંતલાલ મનસુખરામ ઠક્કર પરિવારનો વિશેષ આભાર માન્યો હતો.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જામનગર: એસ ટી કર્મચારી ઓની પડતર માંગણી ને લઈને અમદાવાદ ખાતે શ્રમિક આક્રોશ રેલી યોજાશે*

editor

*ટંકારામાં 305 લોકોના રેપિડ ટેસ્ટ કરાયા* *લતીપર ચોકડીએ કોરોના રેપીડ ટેસ્ટમાં 41 પોઝીટીવ*

Hello Morbi

*હડીયાણા ગામે નિઃશુલ્ક ચર્મ રોગ નિદાન કેમ્પ યોજાયો*

Hello Morbi

Leave a Comment