• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી તાલુકા પો સ્ટે ના ચોરીના ગુન્હામાં છેલ્લા ૨૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના નોકર ચોરીના ગુન્હામાં છેલ્લા ૨૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને અમદાવાદ જિલ્લાના ચાંગોદર ખાતેથી પકડી પાડતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ.

શ્રી અશોક કુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ રાજકોટનાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે ખાસ ઝુંબેશનુ આયોજન રાખવામાં આવેલ હોય જે અન્વયે મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી (IPS) સાહેબનાઓએ ડ્રાઇવ દરમ્યાન વધુને વધુ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના આપેલ જે અનુસંધાને શ્રી એમ.પી.પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એલ બી.સી.મોરબી નાઓના સુપરવિઝન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબીના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી વી.એન.પરમાર પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફના માણસો સાથે મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના HC જયેશભાઇ વાઘેલા તથા PC બ્રિજેશભાઇ કાસુન્દ્રા તથા વિક્રમભાઇ રાઠોડનાઓને સંયુક્તમા ખાનગીરાહે હકિકત મળેલ કે, મોરબી તાલુકા પોસ્ટે ફ.ગુ.ર.નં.૧૧૭/૨૦૦૧ આઇ.પી.સી.કલમ-૩૮૧ વિ . મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી શંભુસીંગ જેમલસીંગ કહાર રહે.બાસુચક, શેખપાના, થાના સરૈયા જી.મુજફ્ફરપુર (બિહાર) હાલે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચાંગોદર ખાતે આવેલ હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળતા તુરંત જ ઉપરોકત સ્ટાફને હકીકત વાળી જગ્યાએ તપાસમાં મોકલતા ઉપરોક્ત ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી શંભુસિંહ જયમંગલસિંહ કહાર/અનુ.જાતી ઉ.વ.૪૫ રહે.બાસુચક થાના સરૈયા જી.મુજફ્ફરપુર (બિહાર) વાળો આજરોજ તા.૧૪/૦૯/૨૦૨૪ ના કલાક ૧૧/૩૦ વાગ્યે ચાંગોદર ઇન્ટાસ ફાર્માસ્યુટીકલ્સ કંપની ખાતેથી મળી આવતા મજકુર ઇસમને પકડી પાડી હસ્તગત કરી ઉપરોકત ગુનાના કામે આગળની ઘટીત કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.
આમ,મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના નોકર ચોરીના ગુન્હામાં છેલ્લા ૨૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળેલ છે.> કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબી તથા પો.સબ.ઇન્સ.શ્રી વી.એન.પરમાર પેરોલ ફર્લો સ્કવોડ તથા પો.હેડ.કોન્સ. જયેશભાઇ વાઘેલા, બળદેવભાઇ વનાણી તથા પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રા, કૌશિકભાઇ મણવર, વિક્રમભાઇ રાઠોડ વિગેરેનાઓ દ્રારા કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: લોકજનશક્તિ પાર્ટી (𝐑) મા જોડાવવા માટે પાર્ટીના અધ્યક્ષની હાકલ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સીરામીક કોન્ફ્લેવ ફોર વિકસિત ભારત ક્વોલિટી મીટસ ગ્લોબલ કોમ્પેટીટીવનેસ” વિષયક સીરામીક સેમિનારમાં રૂ. ૧૪૬૦ કરોડના એમ.ઓ.યુ. સંપન્ન*

editor

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો*. 

Hello Morbi

Leave a Comment