• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: જોડિયા તાલુકાના લીંબુડા ગામમાં છેલ્લા ૬૦ વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન થાય છે*

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લીંબુડા ગામમાં છેલ્લા 60 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન થાય છે આયોજક શ્રી અનિલભાઈ રામોલિયા જણાવે છે કે નવરાત્રિના નવ દિવસ સુધી માતાજીના ગુણગાન ગવાય છે દરરોજ નવ દિવસ સુધી ચારચાર ચોકમાં અવનવા ભારતીય સંસ્કૃતિ મુજબ પહેરવેશ પહેરીને નો મહાકાળી માનો ગરબો ભુવા રાસ તેમજ હાલાજી નો રાસ જેવા અનેક ગરબા નું આયોજન થાય છે ગરબા લેવાય છે એમજ માતાજીને લગતા નાટકોનું પણ આયોજન થાય છે તેમજ આ પ્રાચીન ગરબીમાં નાની બાળાઓ દ્વારા રાસ રજુ કરવામાં આવે છે અને આયોજકો દ્વારાઆ નાની બાળાઓ નવ દિવસ રાસ ગરબા દરમ્યાન તેના સ્વાસ્થયનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે આ તેમજ આ બાળાઓની રાસ માટે તૈયાર કરવામાં ભાવનાબેન મનસુખભાઈ મારવણીયા દ્વારા છેલ્લા એક મહિનાથી સખત મહેનત કરી રહ્યા છે આઠમના દિવસે મહા આરતીનું પણ આયોજન થાય છે આ પ્રાચીન ગરબી જોવા માટે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડે છે……………
રિપોર્ટર=શરદ એમ.રાવલ.
ગામ=હડીયાણા..

Related posts

*HELLO MORBI:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબીના દરેક કેમ્પસમાં જન્માષ્ટમીની ધમાકેદાર ઉજવણી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્વારા મરણાવસ્થામાં આવેલા દર્દીને નવજીવન અપાયું*

editor

*ટંકારા પંથક માં થર્ટી ફર્સ્ટ નિમિત્તે દારૂની મહેફિલ કરનાર પર રહેશે ટંકારા પોલીસ ની બાજ નજર*

Hello Morbi

Leave a Comment