• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO MORBI

*મોરબી સરકારી હોસ્પિટલમાં મુસ્લિમ મહિલાની સેવાકીય પ્રવૃત્તિ ને ધન્યવાદ!*

“સમગ્ર મોરબી શહેર જિલ્લામાં માનવતાનું ઉદાહરણ પુરૂં પાડતા હસીના બેન લાડકા”

મોરબી: મોરબી શહેર જિલ્લામાં વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરનાર નામી-અનામી સંસ્થાઓ ની સેવાઓ સતત રહી છે ત્યારે સેવાકીય સંસ્થા ના બેનર વગર માનવતાની જ્યોત જગાવનાર એક મુસ્લિમ મહિલા હસીના બેન લડકા ની સેવાકીય પ્રવૃત્તિ નો ટૂંકો પરિચય મોટો પ્રકાશ આપી રહ્યો છે જેમકે

મુસ્લિમ મહિલા સામાજિક કાર્યકર હસીના બેન લાડકા સામાન્ય ગરીબ પરિવાર છે અને પોતે સરકારી આવાસ યોજના ના કોટર માં રહી સેવાકીય પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહે છે એવા હસીના બેન લાડકા નાતજાતના ભેદભાવ રાખ્યા વગર કોમી એકતાના પ્રતીક માનવતાનું કાર્ય કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે જો છેલ્લા ઘણા સમયથી મોરબીની સરકારી હોસ્પિટલમાં સેવાકીય પ્રવૃત્તિ દર્દીઓની કરી રહ્યા છે જેમાં ખાસ કરી મુસ્લિમ સમાજ ના હોવા છતાં હસીના બેન લડકા એ હિન્દુ સમાજના અતિમ વિધિ નું કાર્ય કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે બિનવારસુ ડેડબોડીને આખરી મંજિલે પહોંચાડી હિન્દુ વિધિસર અગ્નિ દાન કરી માનવતા નું કાર્ય કરે છે જેમાં તેઓએ સેવાકીય કાર્ય કરવા પાછળ હસીના બેન લાડકા જણાવે છે કે કોરોનાવાયરસ અંતર્ગત પણ દર્દીઓની સારસંભાળ રાખી છે જ્યારે સગા સંબંધી ને પણ રોગનો ભોગ થવાનો ડર લાગે છે તેવા સમયે ડોક્ટરો સ્ટાફ નર્સિંગ સ્ટાફ સાથે સેવાકીય કાર્યોમાં રચ્યાપચ્યા રહે છે અને પોતે સાધારણ સામાન્ય ગરીબ મુસ્લિમ વર્ગ ના હસીનાબેન લાડકા ના પતિ બસીર ભાઈ રીક્ષા ચલાવી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેના દીકરા દીકરીને શૈક્ષણિક લાયકાત અપાવી ઉંમરલાયક થઈ સમયસર પરણાવી પરિવારનું પણ દેખરેખ રાખી છે એવા મુસ્લિમ સમાજના હસીના બેન લાડકા વર્ષોથી સરકારી હોસ્પિટલમાં સેવાકીય કાર્ય કરી રહ્યા છે જેમાં તેઓએ આશરે ૧૦૦ થી ૧૮૦ જેટલા મૃતદેહોને આખરી મંઝિલ એ પહોંચાડી અગ્નિ દહન કરી બેન દીકરી બની પ્રતિષ્ઠિત પ્રમાણિક વ્યક્તિઓનું અને સરકારી હોસ્પિટલમાં ડોક્ટર નર્સ નર્સિંગ સ્ટાફ ના હૃદય માં ઊંચુ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે! જ્યારે હસીના બેન અભણ હોવા છતાં સેવાકીય કાર્ય થી રચ્યા પચ્યા રહી ઉચ્ચ અધિકારી સમક્ષ જિલ્લાકક્ષાના સન્માન પત્ર પ્રાપ્ત કરી ચૂક્યા છે જે કાબિલેદાદ તેની કામગીરીને મોરબીની સરકારી હોસ્પિટલમાં સૌ કોઈ પરિચિત હસીના બેન લાડકા ની સેવાકીય પ્રવૃત્તિ થી જેવો સવારે ૧૦ વાગ્યાથી મોરબી સરકારી હોસ્પિટલ માં આવી ને રોજેરોજનું સેવાકીય કાર્ય કરી રહ્યા છે અને ઘરે પરત જવા નો ટાઈમ નક્કી જ નથી હોતો ક્યારેક વહેલાસર ઘરે પહોંચી જાય તો ક્યારેક અંતિમવિધિ દર્દીની સારસંભાળ કરવા અર્થે મોડી સાંજે ઘરે જવું પડે છે અને તેની તે સેવાથી તેના પતિ પણ સહયોગી બન્યા હોય તેમ તેની સેવાથી તેમના પતિ પણ બસીર ભાઈ તેના આ કાર્યથી ખુશ હોય જેથી તેની આ સેવાકીય પ્રવૃતિને આજે સમગ્ર મોરબી શહેર જિલ્લાના સર્વે સમાજના લોકો મુસ્લિમ હસીના બેન લાડકા ની સેવાકીય કાર્ય થી પરિચિત છે ત્યારે સાધારણ ગરીબ હોવા છતાં માનવતાનું મોટું ઉદાહરણ પૂરું પાડે છે જે સમગ્ર સેવાકીય પ્રવૃત્તિ ની યાદગાર ફાઈલ તસ્વીર માં દેખાય છે

Related posts

*HELLO MORBI:ઈન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ ડીસા દ્રારા બનાસકાંઠા જિલ્લા ભાજપ કારોબારીમાં નિયુકત થયેલ ભગવાનભાઈ બંધુનું કરવામાં આવેલ સન્માન*

editor

*HELLO MORBI:મત ગણતરી કેન્દ્ર* *આસપાસના વિસ્તારમાં* *તા ૦૮/૧૨/૨૦૨૨ સુધી વિવિધ પ્રતિબંધો મુકાયા*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબીમાં માત્ર ની ૧૧ વર્ષની દીકરી આમેનાબાનુ એ રમાજાન માસનાં ૨૯ રોઝા રાખી અલ્લાહ ની ઈબાદત કરી*

editor

Leave a Comment