• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી બાળરોગ ના નિષ્ણાંત તબિબ ડો.મનિષ સનારીયા ની આંતરરાષ્ટ્રીય કોન્ફોરન્સ માં Chair person તરીકે નિમણુંક.*

મોરબી બાળરોગ ના નિષ્ણાંત તબિબ ડો.મનિષ સનારીયા ની આંતરરાષ્ટ્રીય કોન્ફોરન્સ માં Chair person તરીકે નિમણુંક.*

*૧૯ થી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન ઈન્ટરનેશન પિડીયાટ્રીક કોન્ફોરન્સ માં મોરબી ના ડો. મનિષ સનારીયા એ “A Rare But Classical & Different Presentation Of Sturge-Weber Syndrome “ વિષય પર ઈ-પેપર રજુ કરશે.*

સમગ્ર વિશ્વ માં તબિબી ક્ષેત્રે અવનવા સંશોધનો દીનપ્રતિદીન થઈ રહ્યા છે ત્યારે તબિબિ વિજ્ઞાન ની વિવિધ શાખાઓ દ્વારા પોતના કાર્યક્ષેત્રે સમયાંતરે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષા ની કોન્ફોરન્સ યોજવા માં આવે છે જેમા સમગ્ર વિશ્વ ના ખ્યાતનામ નિષ્ણાંત તબિબો દ્વારા નવતર સંશોધનો તેમજ વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવા માં આવે છે ત્યારે આગામી તા. ૧૯ થી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે ઈન્ટરનેશન પિડીયાટ્રીક એસોશિયેશન તેમજ ઈન્ડીયન પિડીયાટ્રીક એસોશિયેશન દ્વારા *30th IPA Congress તથા 60th PEDICON 2023* નુ આયોજન કરવા માં આવેલ છે જે કોન્ફોરન્સ માં મોરબી ના બાળરોગ ના નિષ્ણાંત તબિબ સ્પર્શ બાળકો ની હોસ્પીટલ વાળા ડો. મનિષ સનારીયા ની Chair person તરીકે નિમણુંક કરવા માં આવી છે તે ઉપરાંત ડો. મનિષ સનારીયા દ્વારા ”A Rare But Classical & Different Presentation Of Sturge-Weber Syndrome” વિષય પર ઈ-પોસ્ટર રજુ કરવા માં આવશે તેમજ તેમની રજીસ્ટ્રેશન કમિટી માં કમિટી મેમ્બર તરીકે નિમણુંક કરવા માં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી ના બાળરોગ ના નિષ્ણાંત તબિબ સ્પર્શ બાળકો ની હોસ્પીટલ વાળા ડો. મનિષ ભાઈ સનારીયા નાં કાર્યકાળ દરમિયાન AOP મોરબી બ્રાંચે વિવિધ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષા ના એવોર્ડ મેળવેલ છે ત્યારે આંતરરાષ્ટ્રીય કોન્ફોરન્સ માં ટોચ ના સ્થાન પર નિમણુંક પામી તબિબી ક્ષેત્રે મોરબી શહેર ની યશ કલગી માં વધુ એક પિંછુ ઉમેરાયુ છે. તેમની આ નિમણુંક બદલ ચોમેર થી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

Related posts

*જોડિયાના બેરાજા ગામે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*મોરબીમાં લાયન્સ કલબ દ્વારા સેવાધારી સન્માન સમારોહ યોજાશે*

Hello Morbi

*HELLO MORBI: દુબઈ ખાતે મોરબીનું નામ રોશન કરતી કુમારી બંસી પનારા*

editor

Leave a Comment