• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓને ગુજરાત દીપોત્સવી અંક અર્પણ કરાયો*

*મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓને ગુજરાત દીપોત્સવી અંક અર્પણ કરાયો*

*મોરબી તા.૩૦ સપ્ટેમ્બર,*

આજરોજ તારીખ ૩૦ ઓક્ટોબરના રોજ જિલ્લા માહિતી કચેરી મોરબીના સહાયક માહિતી નિયામક સુશ્રી પારૂલબેન આડેસરા, માહિતી મદદનીશ સુશ્રી જે.કે.મહેતા, ઓપરેટર શ્રી બી.વી.ફૂલતરીયા, ફોટોગ્રાફર શ્રી પ્રવીણ સનાળીયા અને સેવક શ્રી અજય મુછડીયાએ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ અધિકારીગણ અને નામાંકિત લોકોને ગુજરાત દીપોત્સવી અંક વર્ષ ૨૦૨૪ સાદર અર્પણ કર્યો હતો. આ અંકમાં કવિતાઓ, ગદ્ય અને પદ્ય રચનાઓ, વિશેષ લેખો, વાર્તાઓ, નવલકથાનો રસથાળ આપણા ગુજરાતના માનીતા વાચકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

માહિતી નિયામક્શ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા અને રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન અનુસાર દર વર્ષે દીપોત્સવી અંક બહાર પાડવામાં આવે છે. તેમજ માહિતી વિભાગ દ્વારા દર વર્ષે ૧૦૦ કરતાં વધુ માહિતી પુસ્તિકાઓ, પેમ્ફલેટસ, ગુજરાત પાક્ષિક, ગુજરાત રોજગાર સમાચાર સાપ્તાહિક, THE GUJARAT MAGAZINE ENGLISH EDITION, સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ આપતા પુસ્તકો અને અનેકવિધ પ્રકારના સાહિત્યનું લોકોને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે.

આ તકે જિલ્લા ક્લેક્ટર શ્રી કે.બી.ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.એસ.પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એન.એસ.ગઢવીએ આ પ્રકારના પ્રયાસની સરાહના કરી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી શહેરમાં ટ્રાફિક નિયમન માટે વન-વે જાહેરનામું બહાર પડાયું; આગામી ૨૭ સપ્ટેમ્બર સુધી અમલી*

editor

*ટંકારા હોટેલ આર્ય પેલેસ ખાતે માજી સૈનિકો ની મીટીંગ યોજાઈ*

Hello Morbi

*HELLO MORBI: વાંકાનેર ખાતે યુવાન છોકરા-છોકરીઓમાં લિંગ સમાનતા અને સંવેદના અંગેનો સેમીનાર યોજાયો*

editor

Leave a Comment