• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: ટંકારા લતીપર ચોકડી શનીવારી બજારમાંથી મોબાઇલ ફોન ચોરી કરનાર ઇસમને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ટંકારા પોલીસ*

ટંકારા લતીપર ચોકડી શનીવારી બજારમાંથી મોબાઇલ ફોન ચોરી કરનાર ઇસમને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ટંકારા પોલીસ

શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ રેન્જ, રાજકોટનાઓની સુચના અન્વયે મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી, રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.એચ.સારડા વાંકાનેર વિભાગ, વાંકાનેરનાઓએ ચોરી, લુંટ, ધાડ જેવા મિલકત સબંધી ગુનાઓમાં પરીણામ લક્ષી કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
જે અનુસંધાને કે.એમ.છાસીયા પોલીસ ઇન્સ્પેકટર ટંકારા પો.સ્ટે.નાઓની સુચના તેમજ માર્ગદર્શન મુજબ ટંકારા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના માણસો ટંકારા પોલીસ સ્ટેશન સામે વાહન ચેકીંગમાં હતા. દરમ્યાન એ.એસ.આઇ. ભાવેશભાઇ વરમોરાને ખાનગી રાહે હકિકત મળેલ કે, ટંકારા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૦૧૪૬/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામે મોબાઇલ ફોન ચોરી કરનાર ઇસમ નંબર પ્લેટ વગરનુ એકટીવા મો.સા. ચલાવી રાજકોટ થી મોરબી તરફ જતો હોવાની હકિકત આધારે વોચ તપાસમાં રોકાયેલ દરમ્યાન એક ઇસમ નંબર પ્લેટ વગરના એકટીવા મો.સા. સાથે મળી આવતા જે એકટીવાની ડેકીમાં તપાસ કરતા ગ્રીન કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવતા જે મોબાઇલ ફોનના બીલ આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવતા પોકેટકોપ મોબાઇલ ફોન એપ્લીકેશનમાં મોબાઇલ ફોનના આઇ.એમ.ઇ.આઇ. નંબર સર્ચ કરી જોતા મોબાઇલ ફોન ટંકારા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૦૧૪૬/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ તે હોવાનું આવતા મજકુર ઇસમની સઘન વધુ પુછપરછ કરતા તા.૨૨/૦૨/૨૦૨૫ ના બપોરના સમયે ટંકારા લતીપર ચોકડીએ શનીવારી બજારમાં માણસોની ગીરદીનો લાભ લઇ મજુર વ્યકિતના ખીસ્સામાંથી મોબાઇલ ફોન ચોરી
કરેલાની કબુલાત આપતા મજકુર ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
– પકડાયેલ આરોપીના નામ સરનામા:-
૧. અક્વિનભાઇ મગનભાઇ મકવાણા ઉ.વ. ૩૬ રહે. હાલ રાજકોટ, ભુતખાના ચોક વિજય પ્લોટ-૨૫ (અલ્પેશભાઇ જે.હાંડાના મકાનમાં) તા.જી.રાજકોટ મુળ ગામ બાબરા મફતીયાપરા તાપડીયા આશ્રમ પાછળ તા.બાબરા જી.અમરેલી
પકડાયેલ આરોપીઓની મોડસ ઓપરેન્ડી :-
પકડાયેલ ઇસમ દિવસ દરમ્યાન રાજકોટ, ટંકારા, ખાતે ભરાતી બજારોમાં આટા ફેરા કરી ગીરદીનો લાભ લઇ મજુર વ્યકિતના ખીસ્સામાંથી મોબાઇલ ફોન ચોરી કરવાની ટેવ વાળો છે.
પકડાયેલ મુદામાલની વિગત :-
૧) realme કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કી.રૂ. ૮,૫૦૦/-
૨) નંબર પ્લેટ વગરનુ એકટીવા મો.સા. કી.રૂ. ૨૫,૦૦૦/– કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી કે.એમ.છાસીયા પોલીસ ઇન્સ્પેકટર ટંકારા પો.સ્ટે. તથા ટંકારા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં

Related posts

*HELLO MORBI NEWS:પડધરી ગ્રામજનો દ્વારા પીજીવીસીએલના અધિકારીને અવારનવાર લાઈટ જવા મુદ્દે લેખિતમાં અરજી કરાય*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર એસટી ડેપો ની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: સેતા પરિવાર નુંગૌરવ: ધોરણ 𝟏𝟎 ઇંગલિશ મીડિયમમાં દર્શન સેતાને 𝟗𝟓.𝟗 𝐏𝐑*

editor

Leave a Comment