• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:દેશીદારૂ ભરેલી સ્કોર્પિયો કારને પકડી પાડતી વાંકાનેર પોલીસ*

પોલીસ મહાનીરીક્ષ શ્રી રાજકોટ વિભાગ,રાજકોટ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી મોરબી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓ તરફથી પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ થાય તેવી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય.

જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી,વાંકાનેર વિભાગ,વાંકાનેર શ્રી.એસ.એચ.સારડા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અમો તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ પ્રયત્નશીલ હોય દરમ્યાન લોકરક્ષક શક્તિસિંહ પરમાર ને ખાનગી બાતમી રાહે મળેલ હકીકત આધારે વાંકાનેર બાઉન્ટ્રી નજીક દેશી દારૂ ભરેલ સ્કોરપીયો કાર નિકળતા જેને રોકવાનો પ્રયાસ કરતા કારના ચાલકે પોતાની કાર ઉભી નહી રાખતા પીછો કરતા જાલીડાગામની સીમમા સદરહુ કારનો ચાલક પોલીસની હાજરી પામી જઇ કાર રજી.નંબર GJ-03-CA-0747 વાળી કિ રૂ. ૧,૫૦,૦૦૦/- રેઢી મુકી નાશી ગયેલ અને કારમાંથી દેશી દારૂ લીટર-૬૫૦ કિ રૂ. ૧,૩૦,૦૦૦/- આમ કુલ કીં.રૂ.૨,૮૦,૦૦૦/-નો મુદ્દામાલ મળી આવતા મજકુર નાશી જનાર કાર ચાલક વિરૂધ્ધ પ્રોહી.એક્ટ મુજબનો ગુન્હો રજી.કરાવી દેશી દારૂના જથ્થાની હેરાફેરી કરનાર વાહન ચાલકને શોધી કાઢવા તપાસ હાથ ધરવામાં આવેલ છે. આમ વાંકાનેર તાલુકા ટીમને પ્રોહી.ના મોટા જથ્થાની હેરાફેરી અંગેનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.* પકડાયેલ આરોપીનું નામ
૧) મહીન્દ્રા કંપનીનો સફેદ કલરનો સ્કોરપીયો કાર રજી નંબર GJ-03-CA-0747 વાળીનો ચાલક* કબ્જે કરેલ મુદ્દામાલ
૧) દેશી દારૂ લીટર-૬૫૦ કી.રૂ.૧,૩૦,૦૦૦/-
૨) મહીન્દ્રા કંપનીનો સફેદ કલરનો સ્કોરપીયો કાર કીં.રૂ.૧,૫૦,૦૦૦/-
કુલ મુદ્દામાલ કીં.રૂ.૨,૮૦,૦૦૦/-* કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
આ કામગીરીમાં સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ. ક્રિપાલસિંહ ચાવડા તથા જીતેન્દ્રકુમાર અઘારા તથા ચમનભાઇ ચાવડા તથા પો.હેડ.કોન્સ. કિર્તિસિંહ જાડેજા તથા શકતિસિંહ જે.જાડેજા તથા પો.કોન્સ અજયસિંહ એ.ઝાલા તથા સામતભાઈ છુછીયા તથા અશ્વિનભાઈ રંગાણી રોકાયેલ હતા.

Related posts

*HELLO MORBI:મોરબી નગરપાલિકાની નંદીઘર ની જગ્યા કોઈ ભૂ માફિયા કે રાજકીય વ્યક્તિ પોતાના કબજા માં લઇ લે તે પહેલા મોરબી ની પ્રજા ને હરવા ફરવા માટે બગીચો,અથવા સોલાર પ્લાન બનાવો કોગ્રેસ*

editor

*HELLO MORBI:નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની અનોખી ઉજવણી*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લામાં આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ વર્ષ–૨૦૨૪ માટે ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રિયાની તારીખ ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ*

editor

Leave a Comment