• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:વાંકાનેર તાલુકા પોસ્ટે દુષ્કર્મના ગુન્હામાં છેલ્લા ૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી*

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના દુષ્કર્મના ગુન્હામાં છેલ્લા ૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમ.

તા.૧૦/૦૩/૨૦૨૫
શ્રી અશોક કુમાર(IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશનુ આયોજન કરેલ હોય જે અનુસંધાને શ્રી એમ.પી.પંડ્યા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એલ.સી.બી મોરબીનાઓને ડ્રાઇવ દરમ્યાન વધુને વધુ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એલ.સી.બી મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી એસ.આઇ.પટેલ, શ્રી બી.ડી.ભટ્ટ પો.સબ.ઇન્સ. એલ.સી.બી મોરબી તથા શ્રી વી.એન.પરમાર પો.ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબીનાઓ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના HC જયેશભાઇ વાઘેલા તથા PC બ્રિજેશભાઇ કાસુન્દ્રા નાઓને સંયુક્તમા ખાનગીરાહે હકિકત મળેલ કે, વાકાનેર તાલુકા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૩૯/૨૦૧૯ આઇ.પી.સી કલમ ૩૨૮ તથા ક્રિમીનલ લો ઓર્ડીન્સ એકટ ૨૦૧૮ ની કલમ ૩૭૬(૩), તથા પોકસો એકટ ૪ વિ. મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી અજય ગીધારભાઇ બારીક રહે.ચંદામાની બાળેશ્વર (ઓરીસ્સા) વાળો હાલે હુવા-માટેલ રોડ પર આવેલ ટોરીસ બાથવેર સીરામીકના કારખાનામાં આવેલ હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળતા તુરંત હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોક્ત ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી અજય ગયાધરભાઇ બારીક ઉ.વ.૨૮ રહે. ચંદામાની તા.બાલીયાપાલ જી. બાલેશ્વર (ઓરીસ્સા) વાળો ટોરીસ બાથવેર સીરામીકના કારખાનામાંથી મળી આવતા પકડી પાડી હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે વાકાંનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.
આમ, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના દુષ્કર્મના ગુન્હામાં છેલ્લા ૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડ્યા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા પો.ઇન્સ.શ્રી વી.એન.પરમાર, પો.સબ.ઇન્સ.શ્રી એસ.આઇ.પટેલ, શ્રી બી.ડી.ભટ્ટ તથા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI NEWS:વાંકાનેર ની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં ધોરણ આઠ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો*

editor

*સાસરીયા તથા પતિના ત્રાસથી તરછોડાયેલ પીડિતાને ૧૮૧ અભયમ ટીમ દ્વારા કાઉન્સિલિંગ કરી તેને આશ્રયગૃહમાં મુકવામાં આવ્યા*

Hello Morbi

*HELLO MORBI:જૂનાગઢમાં હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની 5250 ની શોભાયાત્રા નીકળી હતી જેમાં ગિરનારી ગ્રુપ દ્વારા રક્તદાન મહાદાન ની ઝાંખી કરતો ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યો હતો*

editor

Leave a Comment