• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:૧૩ માર્ચ હળવદ ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે*

મોરબી, ૧૦ માર્ચ,
રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૧૩-૦૩-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, પ્રા.વસંતરાય ઉપાધ્યાય આઈ.ટી.આઈ, સરા રોડ, હળવદ, ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી / એચએસસી / આઇટીઆઇ / સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું.
રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*જોડીયા ની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ની મુલાકાતે જામનગર જિલ્લા પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા*

Hello Morbi

*HELLO MORBI:વાઘગઢ ગામની સીમમાં ખુન કરી દાટેલ માનવ મૃતદેહને જનાવર દ્વારા તેના અવયવો ખાઇ ગયેલ હાલતમાં મળી આવેલ વણઓળખાયેલ લાશની ઓળખ મેળવી ગણતરીના કલાકોમાં ખુનના ગુનાના* *આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*HELLO MORBI NEWS:બાલંભા વિસ્તારની પ્રાથમિક શાળા ના વિધાર્થીઓ ને હોળી પર્વ વિસે માહિતગાર કરી સમજ અપાઈ*

editor

Leave a Comment