• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ત્રાજપર ચોકડીથી ગુમ થયેલ બાળકને માતાપિતા સાથે મિલન કરાવતી મોરબી સીટી બી ડિવીઝન પોલીસની SHE TEAM*

ત્રાજપર ચોકડીથી ગુમ થયેલ બાળકને માતાપિતા સાથે મિલન કરાવતી મોરબી સીટી બી ડિવીઝન પોલીસની “SHE TEAM”
મ્હે.પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એ.ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાં “SHE TEAM” કાર્યરત હોય જે અન્વયે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન આજરોજ તા.૨૬/૦૩/૨૦૨૫ ના રોજ આશરે ત્રણેક વાગ્યે ત્રાજપર ચોકડી પાસેથી આશરે ઉ.વ.૫ નુ વાલીવારસ વગરનુ બાળક મળી આવતા જેથી તેને સાથે રાખી તુરંત સ્થળ ઉપર બાળકના વાલીવારસ શોધવા પ્રયત્નો કરેલ પરંતુ વાલીવારસ મળી આવેલ નહિ જેથી પોલીસ સ્ટેશન ખાતે લઇ આવેલ અને મોરબી સીટી બી ડીવી પો.સ્ટે.ની સી ટીમે બાળકનો કબ્જો સંભાળી અને તેના વાલી વારસ શોધવા માટે કવાયત શરૂ કરતા સી ટીમના સ્ટાફે ગુજરાતીમાં બોલતા બાળકને કાલીધેલી ભાષા આધારે સમજવાનો પ્રયત્ન કરી અને બાળકને સાથે રાખી તેના વાલીને શોધવા કવાયત કરી ખુબજ ટુંકા સમયમાં મોરબી ઇન્દીરાનગર માં રહેતા નામે નવઘણભાઇ સુંદરજીભાઇ ધોળકિયા જાતે કોળી ઉ.વ.૨૯ ધંધો ડ્રાઇવીંગ રહે. ઇન્દીરાનગર મેલડીમાં ના મંદીરની બાજુમાં મોરબી-૨ વાળાને શોધી ખાત્રી કરી અને મળી આવેલ બાળક ઉ.વ.૫ વાળાને તેના માતા પિતાને સોંપી આપેલ હતો અને માતા પિતા તેના બાળકને શોધતા હોય બાળક મળી જતા રાહતનો શ્વાસ લીધેલ હતો આમ એક બાળકને તેના માતા પિતા સાથે મિલન કરાવવામાં મોરબી સીટી બી ડીવી પોલીસ “SHE TEAM” ને સફળતા મળેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં માર્ગદર્શન સેમિનાર, બેંકિંગ પ્રાયોગિક અનુભવ, જિલ્લા સ્તરની સિદ્ધિ અને યુવા મહોત્સવ–𝟐𝟎𝟐𝟓 માં ગૌરવપૂર્ણ પ્રદર્શન*

editor

કોરોનાને હરાવી ચૂકેલા દર્દીઓ પર હવે નવી જીવલેણ બીમારીનું જોખમ, 2 લોકોના મૃત્યુ

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા રૂપિયા 𝟏𝟐,𝟏𝟕,𝟎𝟎𝟎 બાર લાખ સતર હજારની ગૌસેવા અર્પણ કરાઈ*

editor

Leave a Comment