• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી: દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા દરિયાલાલ જન્મોત્સવ ની ભવ્યથી દિવ્ય રીતે ઉજવણી કરવા તડામાર તૈયારીઓ*

મોરબી તા ૨૬ આવતી તારીખ 30- 3 – 2025 ને રવિવાર ચૈત્રસુદ બીજ ના રોજ શ્રી દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય દિવસની ૪૪ મો ઉત્સવ ભવ્યથી દિવ્ય રીતે ઉજવણી કરવા માટેનું જાજરમાન આયોજન શ્રી મોરબી દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા કરાઈ રહ્યું છે જેમાં નાતજમણ, યજ્ઞ, મહાપૂજા સહિતના આયોજનો આવરી લેવાયા છે
જેમાં મોરબી દરિયાલાલ વાળી શેરીમાં આવેલ શ્રી દરિયાલાલ મંદિર ખાતે સવારે ૬ થી ૭ કલાકે શ્રી દરિયાલાલ પ્રભુની મહા આરતી ત્યાર બાદ સવારે 8:30 થી 9:00 કલાકે શ્રી રામાયણ પ્રવચન ત્યાર પછીનું ૯:૩૦ કલાકે દરિયાલાલ પ્રભુનું પૂજન ૯-૩૦ સાંજના ૩ કલાકથી વરુણયજ્ઞ તેમજ શ્રીફળ હોમવાનો કાર્યક્રમ ત્યાર પછી સાંજે લોહાણા જ્ઞાતિ માટે મહાપ્રસાદ સમૂહ ભોજનનું આયોજન શ્રી દશાશ્રીમાળી જ્ઞાતિની (વાડી)ભોજનશાળા સાવર પ્લોટ મેઇન રોડ વાળી શેરીમાંથી પ્રવેશ દ્વારા રખાયો છે ત્યાં સાંજે ૬ થી ૮ કલાકે બહેનો માટે અને રાત્રે ૮ થી 10 કલાકે ભાઈઓ માટે નો જમણવારનો સમય નક્કી કરાયેલો છે તો આ શુભ અવસર પર તમામ રઘુવંશી જ્ઞાતિજનોને સહ પરિવાર સાથે તમામ કાર્યક્રમમાં પધારવા આયોજકો દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવાયું છે

Related posts

*મોરબીના રવાપરમાં શનિવારી બજાર બંધ કરાવી ગ્રામ પંચાયત દ્વારા માસ્ક વિતરણ*

Hello Morbi

*સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મા મોરબી જનતા ક્લાસીસ નુ ઝળહળતુ પરિણામ*

Hello Morbi

*ગુજરાતમાં લવ જેહાદના કાયદાને માન્યતા અને ભગવાન જગન્નાથની રથયાત્રાની મંજૂરી આપવા બદલ*

Hello Morbi

Leave a Comment