• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:બાલંભા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાનું ધોરણ 10 નું 95 % પરિણામ*

બાલંભા: તા ૯ (*લલિત નિમાવત દ્વારા*)સફળતા એ ગગન છે જ્યાં પહોંચવા માટે મહેનતની પાંખો જરૂરી છે” આ ઉક્તિ સિદ્ધ કરી બતાવી છે જોડિયા તાલુકાની શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા-બાલંભા ના આચાર્યશ્રી એસ.આર. કમાણી સાહેબે.
તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ- ગાંધીનગર દ્વારા ધોરણ-10 અને ધોરણ-12 ના પરિણામ જાહેર કરવામાં આવેલ છે જેમાં જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની બાલંભા સરકારી હાઇસ્કૂલ નું ધોરણ-12 નું 100% અને ધૉરણ -10 નું 95 % પરિણામ આવેલ છે.
શાળામાં માત્ર એક જ કાયમી કર્મચારી અને ધણી બધી જવાબદારીઓ હૉવા છતા શાળાના આચાર્યશ્રી, સ્ટાફગણ અને વિદ્યાર્થીઓની તન તોડ મહેનતથી જિલ્લાની છેવાડાની સરકારી શાળા ઉત્કૃષ્ટ પરિણામ લાવી સમગ્ર ગામ તેમજ જિલ્લાનું નામ રોશન કર્યું છે.
શાળાના સમગ્ર સ્ટાફ તથા એસએમડીસીના સભ્યોએ સખત પ્રયાસોથી વાલીઓમાં તથા ગ્રામજનોમાં જાગૃતતા ફેલાવી સતત બે વર્ષથી ઝળહળતું પરિણામ લાવી “સરકારી શાળા- ઉત્તમ શાળા” સાર્થક કરી બતાવેલ છે.

Related posts

*HELLO MORBI: મોરબીમાં વરસાદની ગંભીર પરિસ્થિતિ વચ્ચે આરોગ્ય વિભાગે બે સફળ પ્રસૂતિ કરાવી*

editor

*HELLO MORBI NEWS: મોરબી:અધ્યયન મંડળ દ્વારા દિનાંક૨૨/૦૫/૨૫ના દિવસે વિવિધ સંવત, તેની મહત્ત્વતા અને વહેવારિકતા વિષય પર એક બૌદ્ધિક વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે*

editor

*HELLO MORBI: કુવાડવા તાબેના “સાયપર” ગામે જંત્રેશ્વર મહાદેવના મંદિરે ભવ્ય થી ભવ્ય લોકમેળા નુ આયોજન*

editor

Leave a Comment