• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:હળવદ ટાઉનમાં પેટ્રોલીંગ દરમ્યાન પોકેટ કોપની મદદથી વાહન ચોરીનો આરોપી પકડી મો.સા. રીકવર કરતી હળવદ પોલીસ*

 

હળવદ ટાઉનમાં પેટ્રોલીંગ દરમ્યાન પોકેટ કોપની મદદથી વાહન ચોરીનો આરોપી પકડી મો.સા. રીકવર કરતી હળવદ પોલીસ
રાજકોટ રેન્જ આઈ.જી.પી. શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી વાકાનેર ડિવીઝન સમીર સારડા સાહેબ નાઓએ વાહન ચોરીના બનેલ બનાવ અંગે ડિટેકટ કરી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય.
જે અનુસંધાને પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી આર.ટી.વ્યાસ નાઓ દ્વારા હળવદ પો.સ્ટે.ના વાહન ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પકડવા માટે વાહન ચેકીંગ તથા પેટ્રોલીંગમાં પોકેટ કોપનો ઉપયોગ કરી અનડિટેકટ ગુન્હાઓ ડિટેકટ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને પો.સબ.ઈન્સ. એચ.એન.ગઢવી નાઓ પોલીસ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમ્યાન હળવદ વેગડવાવ રોડ પર એક શંકાસ્પદ બજાજ કંપનીનું પ્લેટીના મોટર સાયકલ રજી નં.GJ-06-HR-5665 વાળા સાથે નીકળતા તેને ઉભો રખાવી મોટર સાયકલ ચાલકની પુછપરછ કરતા કોઇ સંતોષ કારક જવાબ આપતો ન હોય જેથી સાથેના પો.કોન્સ ભરતભાઇ ચરમટા નાઓએ પોકેટ કોપ મોબાઇલ મારફતે મોટર સાયકલના માલીક સર્ચ કરતા “વાસુદેવભાઈ કેશાભાઈ ઈટોદરા રહે.ટીકર ગામ તા.હળવદ જી.મોરબી* વાળા લખાઇ આવતા મોટર સાયકલ ચાલકને વિશ્વાસમાં લઇ આગવી ઢબે પુછપરછ કરતા પોતે મોટર સાયકલ હળવદ દશામાના મંદીર પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા મોટર સાયકલ ગુનાના કામે કબ્જે કરી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી ::
(૧) વનરાજ ઉર્ફે મહેશ ટીનાભાઈ નાયક જાતે-આદીવાસી ઉં.વ.૨૦ રહે.હાલ માથક ગામની સીમ તા-હળવદ મુળ રહે-વાડોદર ઘંટી તા-મોરવાહડફ જી.પંચમહાલ
ડિટેકટ કરેલ ગુનો ::
૧) હળવદ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૫૨૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩
કલમ-૩૦૩(૨) મુજબ
રીકવર કરેલ મુદામાલ ::
(૧) બજાજ કંપનીનું પ્લેટીના મોટર સાયકલ રજી નંબર- GJ-06-HR-5665
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
શ્રી પોલીસ ઈન્સ્પેક્ટર આર.ટી.વ્યાસ, પો.સબ.ઈન્સ. એચ.એન.ગઢવી, એ.એસ.આઈ. જી.પી.ટાપરીયા, ગભરૂભાઈ જીડીયા, પો.કોન્સ. ભરતભાઈ ચરમટા, કિશનભાઈ મોતાણી નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ

Related posts

*HELLO MORBI:મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે.ના એન.ડી.પી.એસ.ના ગુનામાં છેલ્લા સાતેક માથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાન ખાતેથી પકડી પાડતી મોરબી એસ.ઓ.જી/સાયબર ક્રાઇમ/પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પત્રકાર એકતા પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ દક્ષિણ ગુજરાત ના પ્રવાસે*

editor

*ટંકારા ધારાસભ્ય લલિતભાઈ ના નિવેદન મામલે વિવાદનો સુખદ અંત*

Hello Morbi

Leave a Comment