• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

ભરતસિંહ સોલંકીનો રેકોર્ડ તોડનાર દેવેન્દ્રભાઈ પરમારની કોરોનામાં કેવી રીતે ચાલી 113 દિવસની લાંબી સારવાર?

 

ધોળકા ખાતે 26 ઓગસ્ટના રોજ દેવેન્દ્રભાઈ પરમારનો રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવતા રીપોર્ટ પોઝીટીવ આવ્યો. ત્યારબાદ 28 ઓગસ્ટના રોજ ઘોળકા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા RT-PCR ટેસ્ટ કરાવતા તે પણ પોઝીટીવ આવતા રીપોર્ટની ખરાઇ થઇ.

જેથી તેઓને સારવાર અર્થે અમદાવાદ ખાતે આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જેમાં તેઓને NRBM(નોન રી બ્રીધીંગ માસ્ક) પર ઓક્સિજનના સપોર્ટ સાથે રાખવામાં આવ્યા હતા. જે સમયે CRP(c-Reactive protine), ડી.ડાઇમર જેવા કોવિડ પ્રોફાઇલ સામાન્ય ન જણાઇ આવતા કોરોનાની સારવાર શરૂ કરવામાં આવી. આ દરમિયાન HRCT ટેસ્ટ કરાવવામાં આવતા તેમણા ફેંફસામાં પણ કોરોનાની અસર થયેલી જાણવા મળી તેમનો CS(કોરેડ સ્કોર) 17/25 આવ્યો જે અતિગંભીર માનવામાં આવે છે.

જેથી દર્દીના શરીરમાં ઓક્સિજન સ્તરનું સંતુલન જળવાઇ રહે તે માટે તેમને HFNC (હાઇ ફ્લો નેઝલ કેન્યુલા) પર રાખવામાં આવ્યા. પરંતુ ઓક્સિજન પ્રમાણનું સંતુલન ન જળવાતા દર્દીને 3 સેપ્ટેમ્બરના રોજ બાય-પેપ પર રાખવામાં આવ્યા.સતત 20 દિવસ સુધી બાય-પેપ માસ્ક પર રહ્યા બાદ ઓક્સિજનનુ પ્રમાણ જળવાઇ રહેતા ફરી વખત HFNC (હાઇ ફ્લો નેઝલ કેન્યુલા) ત્યારબાદ એન.આર.બી.એમ. પર રાખવામાં આવ્યા. ત્યારબાદ RT-PCR ટેસ્ટ ફરી વખત કરાવવામાં આવતા તે ફરી વખત પોઝીટીવ આવ્યો.

7 દિવસ બાદ દર્દીમાં હાઇપોક્સીયા(લોહીમાં ઓક્સિજનનું પહોંચતુ ઓછુ થવુ) બનતા તેને ફરી વખત બાયપેપ પર રાખવામાં આવ્યા. થોડા સમયબાદ સામાન્ય બનતા તેને HFNC(હાઇ ફ્લો નેઝલ કેન્યુલા) ત્યારબાદ એન.આર.બી.એમ. પર રાખવામાં આવ્યા.

ત્રીજી ઓક્ટોમ્બરના રોજ દેવેન્દ્રભાઇને શ્વાસ લેવામાં તકલીફ ઉભી થઇ તેમજ છાતીના ડાબી બાજુમાં દુખાવો વધતા એકસ-રે કરાવવામાં આવ્યો. જેમાં ન્યુમોથોરેક્ષ (છાતીના ભાગમાં હવા ભરાઇ જવુ) હોવાનું જણાઇ આવ્યુ. જેથી ICD (છાતીના ભાગમાં ભરાયેલ હવા કાઢવી)ઇન્ટરકોસ્ટલ બગાડ નિકાળવા ટ્યુબ નાખવામાં આવી જે છેક 16 નવેમ્બરના રોજ દૂર કરવામાં આવી.

20 નવેમ્બરના રોજ દર્દીની સ્થિતિમાં સુધાર જણાઇ આવતા તેને આર.આઇ.સી.યુ. માં ખસેડવામાં આવ્યુ જેમાં તેને 15 લીટરના એન.આર.બી.એમ. પર રાખલવામાં આવ્યા. હાલ દર્દી જ્યારે રજા લઇને ઘરે જઇ રહ્યા છે ત્યારે 2 લીટર ઓક્સિજનની જરૂરિયાત પર જાય છે જેને સામાન્ય ગણી શકાય.

આ સમગ્ર સારવાર દરમિયાન દેવેન્દ્રભાઇની સ્વાસ્થય સારવારમાં ઉપયોગી તેવી તમામ એન્ટીબાયોટીક દવાઓ, ઇનેજકશન આપવામાં આવ્યા છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં અસરકારક એવા રેમડેસીવીર, ટોસિલિઝુમેબ જેવા અત્યંત મોંધા ઇન્જેકશનની સારવાર પણ દેવેન્દ્રભાઇ પરમારને ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી માળીયા (મિં) નેશનલ હાઇવેપર ટ્રક ટ્રેઇલરમાં માટીની આડમાં છુપાવીને લઈજવાતા દારૂના જથ્થો પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબીની ટીમ*

editor

*HELLO MORBI NEWS:મોરબીની નામાંકીત સંસ્થા નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં જોબ પ્લેસમેન્ટનું આયોજન થયું*

editor

*HELLO MORBI:સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અન્વયે જિલ્લા પંચાયત દ્વારા અંદાજે ૩૫૭ કિલો જેટલા શાખાઓના નાશ કરવા પાત્ર રેકર્ડનો નિકાલ કરાયો*

editor

Leave a Comment