• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:શ્રીપડધરી લોહાણા મહાજન દ્રારા નવનિર્માણ થયેલ મંદિરની ત્રિદિવસ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે*

પડધરી તા૧૪ (*કૌશિક કોટક દ્વારા*)શ્રીપડધરી લોહાણા મહાજન દ્રારા નવનિર્માણ થયેલ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા રાજકોટના વિદવાન શાસ્ત્રી શ્રી કૈશીકભાઈ અનંતરાય ત્રિવેદી ધ્વારા કરવામાં આવશે.
શ્રી દરીયાલાલ દેવનું મંદીર આશરે ૧૦૦ વર્ષ જુનુ અખંડ જયોતથી ચાલતુ હતુ તે મંદીરનું નવનિર્માણ કરી તેમાં ત્રણ શીખર વાળુ મંદીરનું નિર્માણ કરવામાં આવેલ તેમાં શ્રી રામચંદ્રજી પરીવાર, શ્રી જલારામ બાપા, શ્રી દરીયાલાલ દેવ, શ્રી રાધાકૃષ્ણ, શ્રી સદગુરૂ રણછોડદાસજી મહારાજ, શ્રી ગણેશજી, શ્રી હનુંમાન દાદ, ના દિવ્ય સ્વરૂપની ત્રણ દીવસની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.૧૫-૧૬-૧૭ મે ર૦રપ ના રોજ રાખેલ છે આ નવ નિર્માણ થયેલ મંદીર આશરે એક કરોડ પચીસ લાખ ના ખર્ચે થયેલ છે આ ભવ્ય મંદીરનું નિર્માણ થતા આશરે ત્રણ વર્ષનો સમય લાગેલ છે જેમાં શ્રી પડધરી લોહાણા મહાજનના પ્રમુખશ્રી પ્રફુલભાઈ કોટક (એડવોકેટ), તથા ટ્રસ્ટીઓશ્રી ચંદ્રકાંતભાઈ પુજારા, હેમંતભાઈ કટારીયા, કેતનભાઇ કારીયા, કેતનભાઇ કોટક તેમજ જ્ઞાતીબંધીઓએ રાત-દિવસ, આ મંદિરના નિર્માણ માટે જહેમત ઉઠાવી અને ભવ્ય મંદીરનું આયોજન કરેલ છે.
આ નવનિર્માણ થયેલ મંદીર બહુંજ મોટા વિસ્તારમાં પથરાયેલુ છે આવુ ભવ્ય મંદીર પડધરીમાં પહેલુ મંદીર છે.
આ નવનિર્માણ થયેલની પ્રાણપ્રતિષ્ઠા પહેલા તા.૧૫-૦૫-૨૦૨પ ના રોજ બપોરે ૪ થી ૬ ભવ્ય શોભાયાત્રા, રથયાત્રા, જલયાત્રા, દરીયાલાલ મંદીરથી નિકળ 1 શહેરના મુખ્ય માર્ગ પર ફેરવવામાં આવશે જેથી શ્રી પડધરી લોહાણા મહાજન તરફથી દરેક ભકતજનોને આ ધાર્મિક ભવ્ય શોભાયાત્રા, રથયાત્રા, જલયાત્રા, માં જોડાવવા તેમજ તા. ૧૭-૦૫-૨૦૨પ ના રોજ પૂર્ણાહુતી માં અને ત્યાર બાદ બપોરે મહાપ્રસાદનું આયોજન જોડાવવા શ્રી પડધરી લોહાણા મહાજન તરફથી નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી સીરામીક એસોસીએશન દ્વારા સ્વ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવાય*

editor

*HELLO MORBI:મોરબી પોલીસ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા લાશના વાલી વારસ શોધવા માટે તજવીજ શરૂ*

editor

*મોરબી:ઉગ્રપ્રવેશ જાતીય હુમલાના ગંભીર ગુનાના આરોપી ને ઝડપી પાડતી મોરબી તાલુકા પોલીસ*

Hello Morbi

Leave a Comment