• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી-વાંકાનેર હાઈવે રોડ આવેલ રામદેવ હોટેલ/ઢાબા માંથી એક ઇસમ ને મેફેડ્રોન પાઉડર સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકા ના મોરબી-વાંકાનેર હાઈવે રોડ ગુરુક્રુપા કોમ્પલેક્ષ ની સામે આવેલ રામદેવ હોટેલ/ઢાબા માંથી એક ઇસમ ને મેફેડ્રોન પાઉડર સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ.
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ રાજકોટ રેન્જમાં નાર્કોટીકસ લગત ગે.કા. પ્રવૃતિ અટકાવવા ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ કેસો કરી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે હે. પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એ.ઝાલા સાહેબ નાઓએ નાર્કોટીકસ લગત ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.કે ચારેલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓએ પોલીસ કોન્સ રમેશભાઇ રાજાભાઇ મુંધવા તથા કીશોરસિંહ શકતિસિંહ જાડેજા નાઓને મળેલ ખાનગી ચોકકસ અને ભરોસાપાત્ર બાતમી હકીકત અધારે મોરબી-વાંકાનેર હાઈવે રોડ ગુરુકુપા કોમ્પલેક્ષ ની સામે આવેલ રામદેવ હોટેલ / ઢાબા માંથી આરોપી કાનારામ બાબુલાલ ડારા જાતે-બિશ્રનોઇ (મારવાડી) ઉ.વ.૨૬, ધંધો-હોટલ, રહે.હાલ-મકનસર, ધર્મમંગલ સોસાયટી, તા.જી.મોરબી, મુળ રહે. બિશ્નોઇ કી ઢાણી, દાતીવાડા, જી.જોધપુર, રાજસ્થાન વાળા ને માદક પદાર્થ મેફેડ્રોનના પાવડર ૬,૦૦ ગ્રામ કિ.રૂ.૬૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિં.રૂ.૨૦,૦૦૦/- તથા રોકડા રૂ.૩૯૪૦/- તથા બે અલગ-અલગ ડીઝીટલ વજનકાંટા કિં.રૂ.૬૦૦/- તથા મળી કુલ કિ.રૂ.૮૪,૫૪૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી એન.ડી.પી.સી. એકટ હેઠળ ગુન્હો રજી. કરી આગળની તપાસ પો.સ.ઈ.શ્રી એસ.એચ.ભટ્ટ નાઓ ચલાવી રહેલ છે.
આરોપી (૧) કાનારામ બાબુલાલ બિશ્રનોઇ રહે. હાલ-મકનસર, ધર્મમંગલ સોસાયટી, તા.જી.મોરબી, મુળ રહે. બિશ્નોઇ કી ઢાણી, દાતીવાડા, જી.જોધપુર, રાજસ્થાન ( પકડાયેલ )
૨) રમેશભાઇ બિશ્નોઇ રહે. ગામ-રાવર, તા.બિલાડા, થાના-કાપેડા, જી.જોધપુર, રાજસ્થાન ( અટક બાક )
કબ્જે કરેલ મુદ્દામાલ :-
(૧) મેફેડ્રોનના પાવડર ૬.૦૦ ગ્રામ કિ.રૂ.૬૦,૦૦૦/-
૨) મોબાઇલ ફોન નંગ-૦૨ કિં.રૂ.૨૦,૦૦૦/-
૩) રોકડા- ૩૯૪૦/-
૪) બે અલગ-અલગ ડીઝીટલ વજનકાંટા કિં.રૂ.૬૦૦/-
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સેકટરશ્રી એસ.કે.ચારેલ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.એચ.ભટ્ટ તથા મોરબી એસ.ઓ.જી શાખા ના પોલીસ હેડ કોન્સ મનસુખભાઇ દેગામડીયા તથા પોલીસ કોન્સ ફતેસિંહ પરમાર એ.એસ.આઇ ભુપતસિંહ પરમાર તથા પોલીસ હેડ કોન્સ.અંબાપ્રતાપસિંહ જાડેજા તથા મહાવીરસિંહ પરમાર તથા દેવશીભાઇ મોરી તથા પોલીસ કોન્સ કેતનભાઇ અજાણા તથા રમેશભાઇ મુંધવા તથા મહેન્દ્રસિંહ ચુડાસમા તથા કુલદિપભાઇ કાનગડ તથા વિજયભાઇ ડાંગર તથા શક્તિસિંહ જાડેજા તથા તેજાભાઇ ગળચર તથા સિધ્ધરાજભાઇ લોખીલ તથા યશવંતસિંહ ઝાલા તથા હસમુખભાઇ વોરા નાઓ દ્વારા સંયુકત રીતે કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI NEWS: ચોરીના મોટરસાયકલ સાથે ચોરને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

editor

*મુસ્લિમ સમાજની એકતાની મિશાલ કાયમ કરતું મુસ્લિમ એકતા મંચ : શનીવારે રાજકોટ માં ભવ્ય સંમેલન યોજાશે*

Hello Morbi

*HELLO MORBI:વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી બંધ બોડીના કન્ટેનરમાં સંતાડેલ વિદેશીદારૂ બીયરના જંગી જથ્થા સાથે બે આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમબ્રાંચ મોરબી*

editor

Leave a Comment