• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO MORBILatest-News

*મંજૂરી કરતાં વધુ પેસેન્જર બેસાડનાર રિક્ષાચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે*

જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલે કડક કાર્યવાહી કરવા આપ્યા નિર્દેશો

વધુ પેસેન્જર તેમજ માસ્ક અંગેના નિયમોનો ભંગ કરનારના વાહન પણ ડિટેઇન કરવાની કામગીરી કરાશે

કોરોના અંગેની સરકારની ગાઇડલાઇન મુજબ મોરબીના રિક્ષાચાલકો અને પેસેન્જર વાહનોની ચકાસણી કરી નિયમસર કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલે આદેશ આપ્યા છે. મોરબી શહેર તેમજ જિલ્લાના અન્ય શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રિક્ષાચાલકોને મંજૂરી કરતાં વધુ પેસેન્જરો ન બેસાડવા તેમજ પેસેન્જરો પણ ફરજિયાતપણે માસ્ક પહેરે તેની તકેદારી લેવા જણાવ્યું છે.

ગત શુક્રવારે જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે મળેલ બેઠકમાં કલેક્ટરશ્રી જે.બી. પટેલ દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રિક્ષાચાલકો સહિત તમામ પેસેન્જર વાહનોમાં કોવીડ-૧૯ની ગાઇડલાઇન અનુસાર મુસાફરોને બેસાડવા તેમજ મુસાફરો પણ માસ્ક પહેરવાની તકેદારી લે તેવો અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં જિલ્લા પોલીસવડાશ્રી એસ.આર.ઓડેદરાએ કોવીડ-૧૯ની ગાઇડલાઇન અનુસાર વિવિધ પેસેન્જર વાહનોમાં મુસાફરો બેસાડવા અંગે કડક વલણ અપનાવી આગામી સમયમાં નિયમોનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વાહન ડિટેઇન કરવાની કામગીરી અંગે પણ સુચનાઓ આપી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત રિક્ષા સહિત તમામ પેસેન્જર વાહનોમાં મુસાફરી કરતાં મુસાફરો પણ માસ્ક પહેરવાની તકેદારી લેવાની રહેશે. મુસાફરોએ જો માસ્ક નહીં પહેર્યું હોય તો વાહનચાલકને પણ જવાબદાર ગણી તેની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા પોલીસવડાશ્રી એસ.આર. ઓડેદરાએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શુક્રવારે મળેલ બેઠકમાં જણાવ્યું હતું.

૦૦૦૦

Related posts

*HELLO MORBI: મોરબી ની સોસાયટી માં ચુંટણી ના બહીષ્કાર ના લાગેલા બેનર ભા.જ.પ. અગ્રણી દીપકભાઈ પોપટ, ભાવીનભાઈ ઘેલાણી તથા પ્રજ્ઞેશભાઈ વાઘેલા ની સમજાવટ થી ઉતરવા માં આવ્યા. સોસાયટી ના રહીશોએ ભા.જ.પ. ને સમર્થન જાહેર કર્યુ.*

Hello Morbi

*રાજકોટમાં RTO પીબી લાઠીયાના અધ્યક્ષસ્થાને 32માં નેશનલ રોડ સેફ્ટી-2021 નો શુભારંભ કરાયો*

Hello Morbi

*_પત્રકાર એકતા પરિષદના 14 મુદ્દા પૈકી 1 મુદ્દાનું સુખદ સમાધાન આપતી રાજ્ય સરકાર_*

Hello Morbi

Leave a Comment