• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:જોડીયા તાલુકાના મૂળ જસાપર ના અને હાલ નેસડા પ્રાથમિક શાળા ના આચાર્ય નું સન્માન કરાયું*

જોડીયા તાલુકાના મૂળ જસાપર ના અને હાલ નેસડા પ્રાથમિક શાળા ના આચાર્ય નું સન્માન કરાયું…..
જોડીયા તાલુકા ના જસાપર ગામના વતની અને નેસડા પ્રાથમિક શાળા માં આચાર્ય તરીકે ફરજ બજાવતા એવા અને પનારા પરિવાર ના સંતાન શ્રી ભાવેશભાઈ રામજીભાઈ પનારા નું આજ રોજ સન્માન કરવામાં આવ્યું હતું.જસાપર ગામે કડવા પાટીદાર પનારા પરિવાર ના સુરાપુરા રાજાબાપા ની છેલા ૩૪ વર્ષ થી તિથિ ઉજવણી કાર્યક્રમ થાય છે.અને એની સાથે શૈક્ષણિક ક્રાયક્રમ પનારા પરિવાર ના તેજસ્વી તારલાઓ ને પ્રોત્સાહન મળે એ અન્વયે શિલ્ડ આપી સન્માન કરવાનો કાર્યક્રમ યોજાય છે.જે કાર્યક્રમ નું સંપૂર્ણ આયોજન શિક્ષક શ્રી ભાવેશભાઈ છેલા ૧૪ વર્ષ થી અવિરત કરે છે.અને તિથિ ઉજવણી પ્રસંગે એંકર તરીકે કામગીરી પણ બજાવે છે.પરિવાર ના આવા ઘરેણાં સમાન અને શિક્ષક તરીકે પોતાની નોકરી માં પણ નેસડા માં તાલુકા કક્ષાએ જિલા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સરકારશ્રી દ્વારા સન્માન પ્રાપ્ત થયેલ છે.ત્યારે આવા પનારા પરિવાર ના ઘરેણા સમાન એંકર,વક્તા,અને પરિવાર માટે સતત પ્રયત્નશીલ રહેતા શિક્ષક ને પનારા પરિવાર દ્વારા શિલ્ડ અને પ્રશસ્તિપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.જે તકે શિક્ષક શ્રી એ પનારા પરિવાર નો આભાર વ્યક્ત કર્યો હતો…………………
શરદ એમ.રાવલ
હડીયાણા

Related posts

*ગીર સોમનાથ જિલ્લા આમ આદમી પાર્ટીની જગમાલ વાળા નવ અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા આયોજીત શ્રી ઉજ્જૈન મહાકાલ તીર્થધામની શ્રી ગૌરામકથા સુખરૂપ સંપન્ન*

editor

*જામનગર જિલ્લા કોંગ્રેસ સુપ્રીમો જીવણભાઈ કુંભરવાડીયા ના અધ્યક્ષ સ્થાને જોડીયા ખાતે જન ચેતના આંદોલન કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

Leave a Comment