• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી: સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણીયાએ મોરબી જિલ્લાનું અને શાળાનું ગૌરવ વધાર્યું*

માતૃભાષા અભિયાન અને શિક્ષણ વિદ્યાશાખા(IASE) ના સંયુક્ત ઉપક્રમે 21 ફેબ્રુઆરીના ‘વિશ્વ માતૃભાષા દિવસે’ માતૃભાષામાં વિશેષ કામગીરી કરનાર સમગ્ર ગુજરાતમાંથી દર વર્ષે ત્રણ શિક્ષકોની “વિશિષ્ટ શિક્ષક સન્માન એવોર્ડ” માટે પસંદગી કરવામાં આવે છે ત્યારે મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રીદલસાણીયા વિજયકુમાર મગનલાલની પસંદગી થતા શાળાનું અને મોરબી જિલ્લાના ગૌરવમાં અભિવૃદ્ધિ કરવા બદલ સૌએ અભિનંદન પાઠવ્યા છે.અગાઉ પણ વિજયભાઈને 18 જેટલા સન્માનો પ્રાપ્ત થયા છે.રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ,ચિત્રકૂટ એવોર્ડ, જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, પ્રતિભાશાળી શિક્ષક સન્માન, રાષ્ટ્રીય એવોર્ડ (મંથન ગ્રુપ)જેવા એવોર્ડ મેળવ્યા‌છે
ભાષાની સમૃદ્ધિ માટે બાળકોમાં અને શિક્ષકોમાં જાગૃતિ ફેલાય તે માટે અનેક સેમિનારો કર્યા છે. સંશોધનો પણ કર્યા છે. શિક્ષણને લગતા તેમના લેખો પણ પ્રકાશિત થાય છે.ભાષાના તજજ્ઞ તરીકે પણ ઘણી બધી તાલીમો આપી છે. બાળકોની ભાષા સમૃદ્ધ બને તે માટે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરાવી છે.800 જેટલી પ્રવૃતિઓ અત્યાર સુધીમાં કરાવી છે. અનેક ઇનોવેશન પણ કર્યા છે. 21 ફેબ્રુઆરીએ અમદાવાદ ખાતે આ એવોર્ડ આપી વિજયભાઈ દલસાણિયાને સન્માનિત કરવામાં આવશે
આ તકે “વિશિષ્ટ શિક્ષક સન્માન એવોર્ડ” માટે પસંદગી થતા વિજયભાઈએ માતૃભાષા અભિયાન અમદાવાદનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

Related posts

*જોડીયા ના વતની અને બ્રહ્મ સમાજના ભામાશા શ્રી ગિરિશભાઈ જોષી એ રૂપિયા 11111 શ્રી રામ જન્મભૂમિ તીર્થ યાત્રા ક્ષેત્ર અર્પણ કરેલ*

Hello Morbi

*HELLO MORBI: બેંક, એટીએમ, શોપીંગ મોલ, થીએટરના પ્રવેશ દ્વારેસિક્યુરીટી મેન અને સીસીટીવી લગાવવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ*

editor

*મિત્રો તકલીફ ને તાકાત બનાવીએ તો કશું જ અશક્ય નથી*અહેવાલ અને તસ્વીર કોશીક કોટક પડધરી*

Hello Morbi

Leave a Comment