• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પેટલાદના બોરીયા ગામે થયેલ જૂથ અથડામણ માં ન્યાયિક તપાસ કરવાની મુસ્લિમ સંસ્થાઓની માંગ.*

રિપોર્ટર-મહંમદ રફિક.જે.દવાન કિસ્મત આણંદ તારાપુર

એક તરફી કાર્યવાહીથી અસંતોષ

 

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકા ના બોરીયા ગામમાં ગતરોજ રાત્રે સાડા આઠ વાગ્યાની આજુબાજુ ના સમયે હિંદુ મુસ્લિમના બંને જુથો વચ્ચે ભારે અથડામણ થઈ હતી અને બન્ને જુથો વચ્ચે પથ્થરમારો થયો હતો.ત્યારબાદ પોલીસ દ્વારા મસ્જિદમાંથી મુસ્લિમ સમાજના ૧૦૪ જેટલાં લોકોને પકડીને પેટલાદ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. બન્ને જૂથોની અથડામણમાં એક તરફી ધરપકડ કરવામાં આવતા અને સામે પક્ષે કોઈપણ ધરપકડ કરવામાં નહીં આવતા (આ લખાઈ રહ્યું છે ત્યારસુધી) મુસ્લિમ સમાજમાં અસંતોષની લાગણી ફેલાઈ હતી.જે બાબતને ધ્યાનમાં રાખીને પેટલાદ ડી.વાય.એસ.પીને મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના આગેવાન અને AIMIM પાર્ટીના એઝાઝખાન દ્વારા મુલાકાત કરી નિર્દોષ લોકોને છોડી દેવામાં આવે અને આ સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ હાથધરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી વધુમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં પોલીસે શંકાસ્પદ ભૂમિકા ભજવી રહી છે તેવું લાગી રહ્યું છે મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા પેટલાદ ડીવાયએસપી દેસાઈ સાહેબને જણાવ્યુ હતું કે આ સમગ્ર ઘટનામાં પોલીસે ખાલી મુસ્લિમ સમાજના ૧૦૪ જેટલાં નમાઝ પઢવા ગયેલા લોકોની જ પોલીસે અટકાયત કરી હતી જયારે સામે પક્ષના એક પણની પોલીસે ધરપકડ નહી કરી આવુ કેમ શું પોલીસ એક તરફી ચલાવે છે શું કોઈ રાજકીય પક્ષ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આ ઘટનામાં પોલીસ નિર્દોષ લોકોને નહીં છોડે તો સુપ્રીમ કોર્ટે સુધી પણ જઈશું આ તમામ રજુઆતો માં મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ કરીમભાઈ, આણંદ જિલ્લાના કન્વીનર નશરુદીન રાઠોડ, આણંદ મહામંત્રી સીરાજભાઈ,બોરસદ મહામંત્રી સાદીક અલી સૈયદ પત્રકાર,પેટલાદના રીફાકત પઠાણ, ગુજરાત કોંગ્રેસના નવા નિયુક્ત થયેલા એવા ચિરાગભાઈ શેખ, માનવ અધિકાર પંચના સભ્ય ઐયુબ સૈયદ,આ તમામ દ્વારા પેટલાદ ડીવાયએસપી દેસાઈ સાહેબની મુલાકાત લઇને ધારદાર રજુઆત કરવામાં આવી હતી.

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

નિર્ણય:સુરતમાં કોરોના સંક્રમણને લઈને લગ્ન સ્થળે જ ટેસ્ટ કરાશે, પાલિકા લગ્ન સ્થળે ધન્વંતરી રથ મોકલશે

Hello Morbi

*HELLO MORBI:ખંઢેરીના જંગલ વિસ્તારમાં આવેલ સર્વે નં.૫૨માં વર્ષોથી દબાણો કરાયા*

editor

Leave a Comment