• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:લાયન્સ તેમજ રોટરી ડિવાઈન કલબ ડીસાના નવા હોદ્દેદારોનું જલારામ મંદિરે કરવામાં આવેલ સન્માન*

લાયન્સ તેમજ રોટરી ડિવાઈન કલબ ડીસાના નવા હોદ્દેદારોનું જલારામ મંદિરે કરવામાં આવેલ સન્માન
જલારામ મંદિર ડીસા દ્રારા ડીસાની તમામ સેવાભાવી સંસ્થાઓની કદર કરી નવા હોદ્દેદારોનું નિયમિત સન્માન કરવામાં આવે છે.ગત ગુરૂવારે લાયન્સ કલબ તેમજ રોટરી ડિવાઈન ક્લબ ડીસાના નવા વરાયેલા હોદ્દેદારો પૂજ્ય જલારામબાપાના મંદિરે દર્શન અને આશીર્વાદ માટે પધારતાં સૌનું જલારામ મંદિર ડીસા દ્રારા કંકુતિલક,ફૂલછડી, સાલ તેમજ જલારામ દર્શન ગ્રંથથી ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
બેઉ સંસ્થાઓના હોદ્દેદારોનું શાબ્દિક સ્વાગત ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.રોટરી ડિવાઈન કલબ ડીસાના પ્રમુખ ડો.અવનીબેન ઠક્કર, મંત્રી ડો.નિકિતાબેન ઠક્કર,અગ્રણી ડો.રીટાબેન પટેલ,ધરતીબેન પ્રજાપતિ, હેતલબેન અવસ્થી તેમજ લાયન્સ ક્લબ ડીસાના નવા પ્રમુખ મિતુલભાઈ શાહ,મંત્રી હિતેશભાઈ અવસ્થી,નિરવભાઈ ચાંપાનેરી, જીગ્નેશભાઈ પટેલ,ડો.પ્રધુમન અગ્રવાલ સહિત સૌને સન્માનિત કર્યા બાદ સૌએ રચનાત્મક પ્રતિભાવ આપી જલારામ મંદિર ડીસાની સેવાકીય પ્રવૃતિઓની પ્રશંસા કરી હતી.
જલારામ મંદિર ડીસાના પ્રમુખ કનુભાઇ આચાર્યે સૌ હોદ્દેદારોને આશીર્વાદ આપી શુભેચ્છાઓ પાઠવી હતી.આ દિવ્ય અવસરે વિવિધ સંસ્થાઓના સર્વ સુરેશભાઈ વકીલ,બળદેવભાઇ રાયકા, ચંદુભાઈ એટીડી,મહેશભાઈ મનવર,રમણીકભાઈ મજેઠીયા, મનોજભાઈ ચૌહાણ,જયેશભાઈ દેસાઈ , ઈશ્ર્વરભાઇ રાવળ, શૈલેષભાઈ રાચ્છ સહિત ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.સૌએ મહાઆરતી તેમજ ખીચડી -કઢી પ્રસાદનો લાભ લીધો હતો.

Related posts

*મોરબી જીલ્લા ભાજપ પુર્વ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારા દ્વારા લાતીપ્લોટ વિસ્તારના ભુગર્ભ રિનોવેશન, રોડ તથા લાઇટ ની સમસ્યા ઉકેલવા તથા પીપળી-જેતપર રોડ ફોરટ્રેક કરવા તેમજ જેલ રોડથી મચ્છુ રિવર ઉપર બ્રિજ કરવા માટે મોરબી જીલ્લા પ્રભારી મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ ને રજૂઆત કરવામાં આવી.*

Hello Morbi

*HELLO MORBI:ચાચાપર ગામે નદીમાં સુરક્ષા દિવાલની અટકેલી કામગીરી અન્વયે જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ નિરીક્ષણ કર્યું*

editor

*મોરબી નું ટંકારા ગામ નું નામ કે બી સી માં ગુંજીયું*

Hello Morbi

Leave a Comment