• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ગુરૂપૂર્ણિમાએ ડીસામાં પૂજ્ય જલારામ બાપાના ભજનમાં ઉમટ્યું માનવમહેરામણ*

ગુરૂપૂર્ણિમાએ ડીસામાં પૂજ્ય જલારામ બાપાના ભજનમાં ઉમટ્યું માનવમહેરામણ
છેલ્લા સાત વર્ષથી ડીસા નગરમાં સનાતન હિંદુ જાગૃતિ તેમજ ગૌસેવા હેતુ પૂજ્ય જલારામ બાપાનાં દર ગુરૂવારે નિયમિતપણે ભજન થાય છે.364 મા ગુરૂવારે ગુરૂપૂર્ણિમાના પરમ પવિત્ર દિવસે ડી.કે.જોષી પરિવારના હેપ્પી હોમ્સ નિવાસસ્થાને પૂજ્ય જલારામ બાપાના ભજનમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા અને ભજનની અકલ્પનીય રમઝટ જામી હતી.
ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા માટે અપીલ કરતાં અંદાજે 75000 પંચોતર હજાર રૂપિયાની ગૌસેવા એકત્ર થઇ હતી.યજમાન ડી.કે.જોષીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ તેમના પરિવારનું પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટોથી ઢબૂકતા ઢોલના નાદે વાજતેગાજતે સન્માન કરવામાં આવ્યું હતું.આગામી ગુરૂવારના ભજન માટે તુલસીબેન રામપ્રસાદભાઈ ઠક્કરે સૌને આમંત્રણ આપ્યું હતું.
છેલ્લા સાત વર્ષથી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા નગરમાં અલૌકિક આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરી સૌને ગૌસેવા માટે પ્રેરિત કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI NEWS: આમરણ:મીઠી મધુર 100 ટકા ઓર્ગેનિક ભગીરથ ફાર્મની ખારેક હવે માવનગામ (હાઈવે) પર મળશે ઓર્ગેનિક પદ્ધતિથી ખારેકની ખેતી : રિટેઈલમાં એક કિલોના પેકિંગ તથા હોલસેલમાં પણ મળશે*

editor

*HELLO MORBI:ગૌરવ ; કચ્છના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી ધનરાજભાઈ ગઢવીનું સન્માન કરાયું*

editor

*HELLO MORBI:ભાજપ પ્રદેશ અગ્રણીઓની હાજરી માં અવિરત સેવા બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણીઓને સન્માનિત કરતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા.*

editor

Leave a Comment