• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જામનગર જિલ્લાની પ્રથમ સંપૂર્ણપણે નિઃશુલ્ક બાળ સારવાર કેન્દ્રિત હોસ્પિટલ નિરામય બાળકોની હોસ્પિટલ*

જામનગર જિલ્લાની પ્રથમ સંપૂર્ણપણે નિઃશુલ્ક બાળ સારવાર કેન્દ્રિત હોસ્પિટલ
“નિરામય બાળકોની હોસ્પિટલ” — અતિકુપોષણના નિદાન માટે સમર્પિત એકમાત્ર સારવાર કેન્દ્ર
ગુજરાત રાજ્યમાં બાળ કુપોષણ સામે સરકારશ્રીના ચાલી રહેલા પ્રયાસોને વધુ મજબૂતી આપતા, જામનગર ખાતે નિરામય ટ્રસ્ટ દ્વારા એક અનોખું પહેલ રૂપ કરવામાં આવ્યું છે. ગાંધીનગરથી કાર્યરત અને અનુભવી તબીબોના માર્ગદર્શન હેઠળ સંચાલિત નિરામય ટ્રસ્ટ દ્વારા “નિરામય બાળકોની હોસ્પિટલ” શરૂ કરવામાં આવી છે, જ્યાં ૧૮ વર્ષ સુધીના બાળકો માટે સર્વસામાન્ય તથા ખાસ સારવારની સેવાઓ ઉપલબ્ધ છે.
વિશેષરૂપે, અતિકુપોષિત બાળકોને Indian Academy of Pediatrics તથા સરકારશ્રીની માર્ગદર્શિકાઓ અનુસાર દાખલ કરી પ્રમાણભૂત સારવાર આપવામાં આવે છે. અહીં જાણીતા બાળરોગ નિષ્ણાત ડૉ. જીતેન્દ્ર નળિયાપરા સચોટ નિદાન અને નિષ્ણાત સેવાઓ આપી રહ્યા છે.
હૉસ્પિટલના બે વર્ષ દરમિયાન, ૫૦ થી વધુ અતિકુપોષિત બાળકોને સફળતાપૂર્વક સારવાર આપી, તેમની પોષણક્ષમતા સુધારવામાં આવી છે. સાથે સાથે, સામાન્ય OPD અને ઈન્ડોર સારવારમાં તમામ પ્રકારના બાળરોગોની સારવાર પણ સુલભ છે.
અત્યાર સુધીમાં:
4000 થી વધુ બાળકો OPD સેવા હેઠળ નિહાળવામાં આવ્યા છે
આશરે 250 બાળકોને દાખલ કરીને સંપૂર્ણ સારવાર આપવામાં આવી છે
અહીં આયુષ્માન ભારત પીએમ-જેએવાય PMJAY યોજના કાર્યરત છે. જેથી આયુષ્માન કાર્ડ ધરાવતા તમામ બાળકોને સંપૂર્ણપણે નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ છે.
📍 સરનામું: કાલાવડ ગેટ રોડ, શાહ પેટ્રોલ પંપ પાસે, જામનગર
📞 સંપર્ક: 76980 41103

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના ડૉ. મનીષ સનારિયાની દ્વિ-સિદ્ધિ : આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી દશનામ ગોસ્વામી સમાજનો રવિવારે વિધાથી સન્માન સમારોહને સ્નેહમિલન યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત અભિયાન અંતર્ગત મોરબી વોર્ડ નં-૭ ના કોર્પોરેટરો અને સ્થાનિકોએ શ્રમદાન કરી જનજાગૃતિનો સંદેશો આપ્યો*

editor

Leave a Comment