• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે વાવડી રોડ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ યોજાયો*

*મોરબી ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે વાવડી રોડ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ યોજાયો.*

*તમાકુ નિષેધ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં બહોળી સંખ્યા માં વિદ્યાર્થીઓએ ભાગ લીધો.*

મોરબી ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે વાવડી રોડ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત તમાકુ નિષેધ તેમજ વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન સેમિનાર ઉપરાંત ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિવિધ વિદ્યાશાખા ના કુલ.૮૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, તેમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિજેતા સ્પર્ધકો ને મુખ્ય ઈનામો તેમજ દરેક સ્પર્ધકો ને પ્રોત્સાહક ઈનામો અર્બન હેલ્થ સેન્ટર તરફથી અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે મેડિકલ ઓફીસર ડો. નેવિલ ઓગણજા, એફ.એચ. ડબલ્યુ.પૂજા જોગેર એમ.પી.એચ.ડબલ્યુ. વૃજરાજભાઈ લોખિલ તથા ગોપાલ વ્યાસ, રાહુલ ગોહિલ.ગૌરવ કુરિયા સહીત ના ઉપસ્થિત રહ્યા હતા, તેમણે વિદ્યાર્થીઓને તમાકુ નિષેધ તેમજ તમાકુ ની જીવલેણ અસરો ઉપરાંત વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. તે ઉપરાંત વાવડી રોડ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે સેમિનાર યોજવા બદલ સંસ્થા ના ટ્રસ્ટી શ્રી સુમંતભાઈ પટેલ, પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા સહીત ના સ્ટાફગણ નો આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

*જીવનદર્શન મંગળવાર તારીખ 27-9-2022* *કથ્થક નૃત્યના માધ્યમથી નાસિક,મહારાષ્ટ્ર તેમજ સમગ્ર ભારતનું ગૌરવ વધારતાં નાસિકનાં દીપાબેન મોનાણી (બક્ષી)*

Hello Morbi

*HELLO MORBI: ઉપવન વિદ્યા મંદિર સ્કૂલ માં યોજાયો સૌરાષ્ટ્ર ના સોનેરી સ્થળો નો પ્રવાસ*

Hello Morbi

*HELLO MORBI:વાંકાનેર:સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા આજે વાંકાનેર સ્ટેશન પોરબંદર-સંતરાગાછી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી જેમાં પત્રકાર એસોસિએશન મોરબી ની ઉપસ્થિતિ રહી*

editor

Leave a Comment